• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"

અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"

09:26 PM June 28, 2025 Gujju News Channel Share on WhatsApp

PM Modi Speaks to Shubhanshu Shukla : પીએમ મોદીએ શુભાંશુ શુક્લાને એક ખાસ સંદેશ પણ આપ્યો અને કહ્યું કે આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતના ગગનયાન મિશનની સફળતાનો આ પ્રથમ અધ્યાય છે



PM Narendra Modi Speaks to Shubhanshu Shukla : અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે પીએમ મોદીએ ખાસ વાતચીત કરી છે, તેમની એક તસવીર પણ સામે આવી છે. તસવીરમાં પીએમ મોદીના ચહેરા પર સ્માઈલ છે અને શુભાંશુ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. પીએમઓએ આ વાતચીત વિશે માહિતી આપી છે. પીએમ મોદીએ વાતચીત દરમિયાન શુભાંશુની પ્રશંસા તો કરી જ છે, સાથે જ ગગનયાન મિશનનો પહેલો અધ્યાય પણ ગણાવ્યો છે.


► શુભાંશુએ જણાવ્યું – શું-શું ખાવાની ચીજો લઇને ગયા


પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન શુભાંશુ શુક્લાએ કહ્યુ કે હું અહીં એકદમ ઠીક છુ, ઘણુ સારુ લાગે છે, એક નવો અનુભવ છે. તેમણે એ વાત પર પણ જોર આપ્યું કે અહીં ઘણા પડકારો છે, પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાના પગ બાંધવા પડ્યા હતા. શુભાંશુએ એ પણ માહિતી આપી હતી કે તે પોતાની સાથે ગાજરનો હવાલ, મગની દાળનો હલવો અને કેરીનો રસ પણ લઇને ગયા છે. તેઓ બધાને ભારતની સંસ્કૃતિનો અનુભવ કરાવવા માંગે છે.


► પીએમ મોદીનો ખાસ સંદેશ


પીએમ મોદીએ શુભાંશુને એક ખાસ સંદેશ પણ આપ્યો અને કહ્યું કે આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતના ગગનયાન મિશનની સફળતાનો આ પ્રથમ અધ્યાય છે. તમારી ઐતિહાસિક યાત્રા માત્ર અંતરિક્ષ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તે વિકસિત ભારતની આપણી યાત્રાને એક ઝડપી ગતિ અને નવી તાકાત આપશે. ભારત હવે દુનિયા માટે અંતરિક્ષની નવી સંભાવનાઓના દ્વાર ખોલવા જઈ રહ્યું છે. હવે ભારત માત્ર ઉડાન ભરશે નહીં, ભવિષ્યમાં નવી ઉડાનો માટે મંચ તૈયાર કરશે.


► પીએમ મોદીની યુવાનોને અપીલ


વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે શુભાંશુ, ચંદ્રયાનની સફળતા બાદ દેશના બાળકો અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે એક નવો રસ જાગ્યો છે, અવકાશને એક્સપ્લોર કરવાનો જુસ્સો વધ્યો છે. હવે તમારી આ ઐતિહાસિક મુલાકાત એ સંકલ્પને વધુ મજબૂત કરી રહી છે. આજે બાળકો ફક્ત આકાશ તરફ જોતા નથી, તેઓ વિચારે છે કે તેઓ ત્યાં પહોંચી શકે છે. આ વિચારસરણી, આ અનુભૂતિ જ આપણા ભવિષ્યના અવકાશ અભિયાનોનો ખરો પાયો છે.


► શુભાંશુનો વાયરલ વીડિયો


જણાવી દઈએ કે પહેલા એ નક્કી હતું કે પીએમ મોદી સ્પેસ સ્ટેશનમાં શુભાંશુ શુક્લા સાથે વાત કરવાના છે. આ જ કડીમાં શનિવારે આ તસવીર સામે આવી છે. આ પહેલા શુભાંશુના કેટલાક વીડિયો મેસેજ જરૂર સામે આવ્યા છે જ્યાં તે સ્પેસ સ્ટેશન પહોંચીને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યો હતો. તેમના તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે આ તેમની એકમાત્ર સિદ્ધિ નથી પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.


► શું છે એક્ઝિયોમ-4 મિશન?


એરફોર્સના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા એક્ઝિયોમ-4 મિશન પર ગયા છે. તેઓ 14 દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં રહેવાના છે. આ મિશનની વાત કરીએ તો આ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનનું ચોથું ખાનગી માનવ અંતરિક્ષયાન મિશન છે, તેને અંતરિક્ષના વ્યાપારિકરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે જણાવવામાં આવી રહ્યું છે કે આ મિશન દ્વારા તમામ અવકાશયાત્રીઓ માઈક્રોગ્રેવિટીમાં 60 વૈજ્ઞાનિક પ્રયોગો કરવા જઈ રહ્યા છે.


► શુભાંશુએ સ્પેસ સ્ટેશન પહોંચીને કહી હતી આવી વાત


ગ્રુપ કેપ્ટન શુભાંશું શુક્લાએ સ્પેસએક્સ લાઇવ સ્ટ્રીમ દરમિયાન કહ્યું કે બધાને નમસ્કાર ફ્રોમ સ્પેસ. ગઈકાલથી મને કહેવામાં આવ્યું છે કે હું ઘણો ઊંઘી રહ્યો છું, જે એક સારો સંકેત છે. હું સારી રીતે તેનાથી ટેવાઈ રહ્યો છું, હુ નજારાનો આનંદ માણી રહ્યો છું, સમગ્ર અનુભવનો આનંદ લઇ રહ્યો છું. હું એક બાળકની જેમ શીખી રહ્યો છું. અવકાશમાં કેવી રીતે ચાલવું અને કેવી રીતે ખાવું. ભૂલો કરવી એ સારી વાત છે, પરંતુ બીજા કોઈને પણ આવું કરતા જોવાનું વધુ સારું છે.


► શુભાંશુ શુક્લા કોણ છે?


શુભાંશુનો જન્મ 1986માં ઉત્તરપ્રદેશના લખનઉમાં થયો હતો. તેમણે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)માંથી અભ્યાસ કર્યો હતો. તેઓ 2006માં વાયુસેનામાં જોડાયા હતા અને તેમને ફાઇટર જેટ ઉડાડવાનો અનુભવ છે. તેમને ISROના ગગનયાન મિશન માટે પણ પસંદ કરવામાં આવ્યા છે, જે ભારતનું પ્રથમ માનવ અંતરીક્ષ મિશન છે. અવકાશયાત્રી બનવા માટે તેમણે રશિયા અને અમેરિકામાં ખાસ ટ્રેનિંગ લીધી. આમાં તેમણે માઇક્રોગ્રેવિટી, ઇમર્જન્સી હેન્ડલિંગ અને વૈજ્ઞાનિક પ્રયોગોમાં કામ કરવાનું શીખ્યા.


 



I had a wonderful conversation with Group Captain Shubhanshu Shukla as he shared his experiences from the International Space Station. Watch the special interaction! https://t.co/MoMR5ozRRA

— Narendra Modi (@narendramodi) June 28, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us