
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain Forecast By Ambalal Patel Agahi : ગુજરાત રાજ્યમાં આવનાર 5 દિવસો ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 26 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. હવામાન વિભાગ દ્વારા પણ આ આગાહી કરવામાં આવી છે.
આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભારે વરસાદની સંભાવના છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે. રાજ્યની રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ વરસવાની શકયતા છે. શહેરવાસીઓએ આગાહી અનુસાર વરસાદથી સાવચેતી રાખવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ગઇકાલે મેઘરાજા મેહરબાન થયા હતા અને લોકોને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો સાથે અનેક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, નવસારી અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શકયતા છે. નદી-નાલાઓમાં પૂર આવવાની શક્યતાઓને લીધે તટવર્તી વિસ્તારોમાં રહેતા લોકો માટે સાવચેત રહેવી જરૂરી છે. અગાઉની આગાહીને આગળ વધારતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 1થી 3 જુલાઈ દરમ્યાન પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમ્યાન અનેક વિસ્તારોમાં 8થી 10 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.
જામનગર, પંચમહાલ, વડોદરા અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ખેડૂતો, મુસાફરો અને જનતા માટે અતી વધુ ચોકસાઈ રાખવી જરૂરી બની ગઈ છે. સરકારી તંત્ર દ્વારા પણ રાહત અને બચાવની તૈયારી શરૂ કરવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Rain Forecast - Ambalal Patel Agahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી