
આ થાઈલેન્ડ નહીં પણ ઈન્ડિયાની જગ્યા છે, ફરવા જવાનો ખર્ચો ઓછો અને મજા આવશે બમણી...
વિદેશને ટક્કર મારે તેવી અનેક ફરવાલાયક જગ્યા દેશમાં જોવા મળે છે. એવામાં ફરવા લાયક જગ્યાઓની દ્રષ્ટિએ ઉત્તરાખંડ રાજ્ય સૌથી સમૃદ્ધ છે. અહીં ઘણા હિલ સ્ટેશન, મંદિર અને પર્યટન સ્થળ આવેલા છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદુનમાં પણ ઘણા એવા પર્યટન સ્થળ છે જે દેશ વિદેશના યાત્રીઓને આકર્ષિત કરે છે. આમ તો દેહરાદુનમાં ફરવા માટે ઘણા બધા વિકલ્પ છે પરંતુ અહીંયાનું એક સ્થળ એટલું જોરદાર છે કે અહીં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં પહોંચે છે. દહેરાદૂનમાં આવેલી આ જગ્યાને મીની થાઈલેન્ડ પણ કહેવાય છે. આ જગ્યા પર ઉનાળા દરમિયાન ફરવા જવાથી વેકેશનની મજા બમણી થઈ જાય છે. દેહરાદુનના મીની થાઈલેન્ડમાં પહોંચીને તમે વિદેશ પ્રવાસ કર્યા જેવો અનુભવ કરી શકો છો.
► ભારતનું મીની થાઈલેન્ડ 'ગુચ્ચુ પાની'
ભારતના મીની થાઈલેન્ડ તરીકે ઓળખાતી આ જગ્યા છે ગુચ્ચુ પાની. ગુચ્ચુ પાનીને અંગ્રેજોના સમયથી રોબર્સ કેવ કહેવામાં આવે છે એટલે કે ડાકુઓની ગુફા. એવું પણ કહેવાય છે કે વર્ષો પહેલા ડાકુ ચોરીનો બધો સામાન આવી ગુફાઓમાં છુપાવતા હતા. જેથી અહીં અંગ્રેજો પહોંચી ન શકે. કારણ કે અહીં સુધી જવાના રસ્તા રહસ્યમય લાગતા. જોકે હવે ગુચ્ચુ પાની એક પર્યટન સ્થળ બની ગયું છે અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. આ જગ્યા ની ખાસ વાત એ છે કે ગુફાની અંદર પાણીનું ઝરણું વહે છે અને તે નદી તરીકે ગુફામાં ફેલાયેલું છે. ગુફાની અંદર ઘૂંટણ સુધી પાણી હોય છે જેમાં તમે સરળતાથી ચાલીને જઈ શકો છો. અહીંનો અદભુત નજારો તમને વિદેશ પ્રવાસ કરતા પણ વધારે અદભુત અનુભવ કરાવશે.
આજે ક્યાં જવા માટે તમે દહેરાદૂન રેલવે સ્ટેશનથી રોડ માર્ગે આરામથી જઈ શકો છો કારણ કે આ જગ્યા દેહરાદુન સ્ટેશનથી 10 કિલોમીટર દૂર આવેલી છે. રેલવે સ્ટેશનથી તમને સરળતાથી ટેક્સી મળી જાય છે. ગુચ્ચુ પાની પહોંચ્યા પછી આ ગુફા સુધી પહોંચવા માટે પણ તમારે વધારે ચાલવું નહીં પડે. પાંચ મિનિટ ચાલવાથી જ તમે આ જગ્યાએ પહોંચી શકો છો. ત્યાર પછી ગુચ્ચુ પાનીમાં પ્રવેશ કરવા માટે 30 રૂપિયાની ટિકિટ ખરીદી તમે અંદર ફરવા જઈ શકો છો.
આ પણ વાંચો: અમરનાથ યાત્રા માટે ભાવિકો તૈયાર: ૧૩૫ લંગરોની વ્યવસ્થા, ૧.૫૦ લાખથી વધુ સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત...
► રોબર્સ કેવ
એક નદી જે મોટા મોટા ખડકો વચ્ચેથી વહે છે, તેમાંથી પસાર થવું એ અદ્વિતીય સુંદર નજારો છે. ઠંડી હવાની મજા લેતા લેતા, ઘૂંટણી સુધીના પાણીમાં નદીમાં ચાલવું રોમાંચક સફરથી કમ નથી. પિકનિક માટે આવતા લોકો અહીં ડાકુ ગુફાની મુલાકાત ખાસ લે છે, કારણ કે આ ડાકુ ગુફા કોઈ સ્વર્ગથી કમ નથી. રોબર્સ કેવ નામની આ પ્રાકૃતિક ગુફા દહેરાદૂન શહેરથી 8 કિલોમીટર દૂર છે. સ્થાનિકોમાં તે 'ગુચ્ચુ પાની' નામથી જાણીતી છે. કુદરતી રીતે બનેલી આ નદી અને ગુફાને સ્થાનિકો ગુચ્ચુ પાની તરીકે ઓળખે છે. ગાઢ જંગલ અને હરિયાળા વાતવરણ વચ્ચે કલાત્મક આકારોવાળા ખડકો વચ્ચે વીક એન્ડ ટ્રિપ માટે આ ગુફાઓ સૌથી બેસ્ટ ઓપ્શન છે.
ગુચ્ચુ પાની દૂનની સુંદર તળેટીમાં વસેલું અમૂલ્ય સ્થાન છે. ડાકુ ગુફાની મુલાકાત પછી બહાર નીકળશો તો અહીં લાગેલી છત્રીઓ અને ખુરશીઓ તમારું ધ્યાન ખેંચશે. જ્યાં બેસીને તમે ગરમ ચા અને મેગીનો સ્વાદ માણી શક્શો. ચૂનાના પથ્થરોમાંથી બનેલી આ ગુફા 600 મીટર લાંબી છે. દંતકથા અનુસાર આ ગુફામાં ડાકૂ માનસિંહ તેની ટોળી સાથે છુપાઈ જતો હતો. તેમાંથી વહેતી નદીમાં ચાલવાનો અહેસાસ સુખદ છે. પરંતુ નીચે પથરા અને કાંકરા હોવાને કારણે તેમાં સેન્ડલ કે શૂઝ પહેરીને જવું જરૂરી છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Best Tourist Place in India