• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • ‘કોન બનેગા કરોડપતિ’ શોમાં થયો મોટો ફેરફાર, જાણો ‘બિગ બિ’એ શું કરી જાહેરાત?

‘કોન બનેગા કરોડપતિ’ શોમાં થયો મોટો ફેરફાર, જાણો ‘બિગ બિ’એ શું કરી જાહેરાત?

11:29 AM July 01, 2023 admin Share on WhatsApp



કૌન બનેગા કરોડપતિની 15મી (KBC 15) સીઝન આવી રહી છે. આ વખતે શો ખૂબ જ અલગ થવાનો છે. આ શો એક નવા ટ્વિસ્ટ સાથે પાછો આવી રહ્યો છે, જેનો પ્રોમો તાજેતરમાં જ સામે આવ્યો છે. આ પ્રોમોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ વખતે દર્શકોને શોમાં અલગ-અલગ ફેરફારો જોવા મળશે, પરંતુ તે ફેરફારો શું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પ્રોમોમાં બિગ બી (Amitabh Bachchan) કહે છે, 'બદલ રહા હૈ, બદલ રહા હૈ દેખો સબ કુછ બદલ રહા'.આ પછી બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે દેશમાં બધું બદલાઈ રહ્યું છે. લોકો તેમના સપના પૂરા કરી રહ્યા છે, ટેક્નોલોજી બદલાઈ રહી છે, લોકો મલ્ટિટાસ્કિંગ કરી રહ્યા છે. ત્યારે બિગ બી કહે છે કે ભારતને ખૂબ જ જ્ઞાન અને ગર્વ સાથે બદલાતું જુઓ. જ્ઞાન અને અભિમાનથી બદલાતા રહેવાનું નામ જ વિકસિત દેશનું છે. જ્યારે દેશ બદલાઈ રહ્યો છે તો KBCનો શો પણ બદલાઈ રહ્યો છે. આ પ્રોમો શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું, કૌન બનેગા કરોડપતિને ટૂંક સમયમાં નવા લુકમાં જોશો. હવે જોઈએ કે શોનું ફોર્મેટ બદલાય છે કે લાઈફલાઈન. જો કે, આ પ્રોમો જોઈને, દર્શકો ચોક્કસપણે આ શો માટે ઉત્સાહિત થઈ ગયા છે.

 

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

► જ્યારે બિગ બીએ મૂકી હતી એક શરત

kbc 15 image

બિગ બી કેબીસીનું ગૌરવ છે. તેમણે શોની 14 સીઝન હોસ્ટ કરી છે. અને 15મી સીઝન હોસ્ટ કરવાના છે. પરંતુ શું તમે જાણો છો કે 23 વર્ષ પહેલા જ્યારે બિગ બીને આ શોની ઓફર કરવામાં આવી હતી ત્યારે તેમણે મેકર્સ સામે એક શરત મૂકી હતી. નિર્માતા સિદ્ધાર્થ બસુએ એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે, ભારતમાં આ શો પહેલા ક્યારેય કોઈ મોટા સ્ટારે ટીવી શો હોસ્ટ કર્યો ન હતો. અમારો ઉદ્દેશ્ય એક મોટો શો કરવાનો હતો. જ્યારે અમે બિગ બી સાથે આ વિશે વાત કરી તો તેમણે પહેલા આ વિશે વિચાર્યું. જે બાદ તેમણે અસલ શો હૂ વોન્ટ્સ ટુ બી મિલિયોનેર જોયો અને પછી શો કરવા માટે હા પાડી. આ સાથે તેમણે એક શરત પણ મૂકી હતી કે અમે તમામ સ્ટાફ શોની તમામ શરતો અને શિસ્તનું પાલન કરશે. અને તે બાદ અમે ક્યારેય પાછું વળીને જોયું નથી. તમને જણાવી દઈએ કે, કેબીસી ટીવી પર સૌથી વધુ જોવામાં આવતો શો છે. શોની એક સીઝન શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી, પરંતુ દર્શકોએ બિગ બીને ખૂબ જ મિસ કર્યા હતા અને બાદમાં ફરી બિગ બી પાછા ફર્યા હતા. ત્યારથી બિગ બી હંમેશા શો હોસ્ટ કરે છે. 

આ પણ વાંચો : સુશાંતસિંહ રાજપૂતના કેસમાં મોટો ખુલાસો, દેવેન્દ્ર ફડણવીસએ આપી મોટી માહિતી

► 'બીગ બીની ફિલ્મો વિશે'

તમને જણાવી દઈએ કે બિગ બી છેલ્લે ફિલ્મ હાઈટમાં જોવા મળ્યા હતા, જેમાં અનુપમ ખેર, બોમન ઈરાની, નીના ગુપ્તા અને પરિણીતી ચોપરા મહત્વના રોલમાં હતા. જોકે આ ફિલ્મ ખાસ પસંદ કરવામાં આવી ન હતી. હવે તે ફિલ્મ પ્રોજેક્ટમાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને પ્રભાસ લીડ રોલમાં હશે. બિગ બી આ પહેલા દીપિકા સાથે કામ કરી ચુક્યા છે. બંનેએ પીકુ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. પ્રભાસ સાથે બિગ બીની આ પહેલી ફિલ્મ હશે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - KBC 15 Season 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us