• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • કોલેજમાં ભણવાની સાથે પૈસા કમાવવા છે ? આ પાંચ સરળ રસ્તાથી બનો આત્મનિર્ભર...

કોલેજમાં ભણવાની સાથે પૈસા કમાવવા છે ? આ પાંચ સરળ રસ્તાથી બનો આત્મનિર્ભર...

05:26 PM June 30, 2023 admin Share on WhatsApp



આજના વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા માટેની આતુરતા રહેતી હોય છે. અને વિદ્યાર્થી જ્યારે કોલેજમાં આવે ત્યારે પોતાની ઈચ્છા પુરી કરવી હોય છે. પરંતુ અપુરતા રૂપિયા હોવાથી પોતાની ઈચ્છાઓ મારી નાખતો હોય છે. પરંતુ તમે તમારી ઈચ્છા માર્યા વગર પોતાની આવક ઉભી કરી શકો છો. પોતાની કોલેજ ફી જાતે જ ભરી શકો છો. અમે તમને એવા 5 પૈસા કમાવવાના રસ્તા બતાવીશુ જેને તમે શિખશો તો તમે જરૂર તમારા કોલેજ કાળમાં પૈસા કમાઈને પોતાના શોખ હોય કે ઈચ્છા પુર્ણ કરી શકશો. અને તે પણ તમારો અભ્યાસ બગાડ્યા વગર...

કોલેજમાં ભણવાની સાથે પૈસા કમાવવાના 5 રસ્તા - 5 Ways to Earn Money in College

earn money while college learning

1. ટ્યુશન ક્લાસિસ કરાવીને (Earn Money From Tuition)

તમે કોલેજમાં આવી ગયા છો તો તમને કંઈકને કંઈક તો આવડતું જ હશે જેને તમે બીજા લોકોને શીખવાડી શકો. જેમ કે તમને ઇંગ્લિશ બોલતા, લખતા, વાંચતાં આવડતું હશે. તમને 9માં કે 10માં ધોરણના અમુક વિષયો આવડતા હશે. તમને 11 કે 12માં ધોરણના વિષયો આવડતા હશે. તમને જે આવડતું હોય એ તમે બીજા વિદ્યાર્થીઓ જે તમારાથી ઉંમરમાં નાના હોય તેમને ટ્યુશન કરાવીને શીખવાડી શકો છો અને તેમની પાસેથી અમુક ચાર્જ લઈ શકો છો. જેમ કે તમને ગણિત આવડતું હોય તો તમે તમારાથી ઉંમરમાં નાના હોય તેમણે ગણિત શીખવાડી શકો, તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમે બીજા વિદ્યાર્થીઓને ઇંગ્લિશ શીખવાડી શકો છો. અત્યારના સમયમાં જમાનો ઓનલાઇનનો છે તો એવી ઘણી વેબસાઇટ ઓનલાઇન તમને મળી જશે જે તમને ગણિતના સમીકરણ ઉકેલવાના પણ પૈસા આપે છે, તમે તેમની વેબસાઇટમાં એક ટીચર તરીકે પણ જોઈન થાવ તો તમે ઓનલાઇન બીજા વિદ્યાર્થીઓને શીખવાડી શકો છો અને તમને પૈસા પણ મળશે. ઉદાહરણ તરીકે જો તમે 10 વિદ્યાર્થીઓને ટ્યુશન કરાવો છો અને દરેક વિદ્યાર્થી પાસે મહિનાના 400થી 1000 રૂપિયા પણ લો છો. આ રીતે જો તમે 10-15 વિદ્યાર્થીઓમાં દરેક પાસે 400 થી 1000 રૂપિયા લેશો તો તમે (400 * 10 = 4000) 4 થી 10 હજાર જેટલા રૂપિયા એક માહિનામાં કમાઈ શકો છો. આપેલા ઉદાહરણને તમે સમજીને જો કઈક આ રીતે ચાલુ કરશો તો તમે જરૂર પૈસા કમાઈ શકશો, તમે પોતાના આઇડિયા મુજબ પણ કરી જોવો, આ ઉદાહરણ તમારી સમજણ માટે આપેલું છે.

2. દુકાનદારના ધંધાનું ઓનલાઈન સેટઅપ કરી આપો (Make Money from Run a Business)

તમે તમારા ફ્રી સમયમાં બિઝનેસ પણ કરી શકો છો. જેમ કે તમે કોઈ દુકાનદારને એનો ધંધો ઓનલાઇન સેટઅપ કરીને આપી શકો અને એમની પાસે ચાર્જ લઈ શકો. અત્યારે ભારતમાં ઘણી એવી દુકાનો અથવા બિઝનેસ છે જેમને પોતાનું કામ ઓનલાઇન લાવવું છે તો તમે એવા બિઝનેસ કે દુકાનદારો પાસે જઈને તેમણે ઓનલાઇન વિશે જણાવી શકો છો અને તેમને એમના બિઝનેસને લગતી વેબસાઇટ, સોશિયલ મીડિયા પ્રોફાઇલ, વોટ્સએપ બિઝનેસ, ગૂગલ મેપ અને ગૂગલ એપમાં એમના બિઝનેસની લિસ્ટિંગ વગેરે કરી આપીને અમુક ચાર્જ તેમની પાસેથી તમે લઈ શકો છો. તેમના બિઝનેસને ઓનલાઇન દ્વારા વધારે પહોચ મળશે અને તેમને વધારે ગ્રાહકો મળશે અને તમને તમારો ચાર્જ મળી જશે. આ પ્રોસેસ માત્ર તમે એક કલાકમાં જ કરી શકો છો કારણ કે તમને ઓનલાઇન બધુ સેટઅપ કરતાં આવડતું હોય છે પણ તે દુકાનદારો આ જ કામને કરવામાં ઘણો સમય લગાવી દેશે, તો તમે એમનો સમય પણ બચાવો છો. એક વખત બધુ સેટઅપ કર્યા બાદ તમે એમને શીખવાડી શકો છો કે તમારે આ બધુ આ રીતે કરવાનું રહેશે. જો તમે એક દુકાનદાર પાસે 500 રૂપિયા પણ લો અને એવી 15 દુકાનો કે બિઝનેસને આ રીતે કામ કરી આપો તો તમે માહિનામાં 500 * 15 = 7500 જેટલા પૈસા કમાઈ શકો છો. આ એક ઉદાહરણ હતું, ઘણા કેસમાં તમારે ઓછો ચાર્જ પણ લેવો પડે છે અને વધારે પણ તમે જેમ-જેમ શિખતા જશો એમ તમે તમારા કોલેજના ફ્રી સમયમાં ઘણું સારું કામ કરી શકો છો.

earning money while colleage

3.ઓનલાઈન ફ્રિલાન્સિંગ વર્ક શીખી કામ કરો (Make Money Online From Freelancing)

જો તમને ઓનલાઇન અથવા ઓફલાઇન કઈક કામ કરતાં આવડતું હોય તો તમે ફ્રિલાન્સિંગ કરી શકો છો. જેમ કે તમને એનિમેશન, વિડિયો એડિટિંગ, ગ્રાફિક્સ, ફોટોગ્રાફી, કન્ટેન્ટ રાઇટિંગ, કોપી રાઇટિંગ, વેબસાઇટ બનાવતા, એપ બનાવતા વગેરે અથવા અન્ય કામ આવડતા હોય તો તમે અલગ-અલગ લોકોને તેમની યૂટ્યૂબ ચેનલો અથવા ઇન્સ્ટાગ્રામ પેજ માટે ઈમેલમાં પૂછી શકો છો. તમે Fiverr અને Upwork જેવી Freelance વેબસાઇટોમાં રજીસ્ટ્રેશન કરી શકો છો અને પોતાના પ્રોફાઇલ દ્વારા ઓર્ડર મેળવી શકો છો. તમે પોતાના પોર્ટફોલિયો બનાવીને અલગ-અલગ ક્લાઈન્ટ સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોચી શકો છો. તમારે એવા ક્લાઈન્ટ શોધવા પડશે જેમના માટે તમે કામ કરી શકો છો અને તેના બદલે તેઓ તમને પૈસા આપશે.

4.પ્રોડક્ટ રિફર કરીને પૈસા કમાઓ (Earn Money Using Affiliate Marketing)

Affiliate Marketing એટલે બીજા વ્યક્તિ પ્રોડક્ટ બનાવે છે અને તમારે બસ તે પ્રોડક્ટને વેચવામાં મદદ કરવાની છે, જેટલા પ્રોડક્ટ તમારા દ્વારા વેચાશે એના હિસાબે તમને દર પ્રોડક્ટ પર અમુક ટકા કમિશન મળશે. પ્રોડક્ટમાં કોઈ ઓફલાઇન પ્રોડક્ટ પણ હોય શકે છે અને કોઈ ડિજિટલ પ્રોડક્ટ પણ હોય શકે છે જેમ કે વેબસાઇટ સબ્સક્રિપ્શન, ઈ-કોમર્સ વેબસાઇટના પ્રોડક્ટ, અલગ-અલગ કોર્સનું વેચાણ, એપ, સર્વિસનું વેચાણ વગેરે. ઇન્ટરનેટ પર ઘણી એવી વેબસાઇટ હોય છે તે પોતાના પ્રોડક્ટ, કોર્સ કે સર્વિસનું વેચાણ કરવા માટે એવા વ્યક્તિઓને શોધતા હોય જે એમના પ્રોડક્ટ, કોર્સ કે સર્વિસને વધારે લોકો સુધી પહોચાડે અને લોકો તેને ખરીદે અને આ માટે તે વેબસાઇટમાં Affiliate Program હોય છે જેમાં તમે જોડાઈને તેમની સેલ વધારો તો તમને દર સેલ પર કમિશન મળે છે. આ રીતે પણ તમે પૈસા કમાઈ શકો છો. બસ તમારે શોધવાનું છે કે કયો Affiliate Program તમારા માટે સારો રહેશે અને તમે તેના પ્રોડક્ટનું વેચાણ કરી શકો.

make money while college

5.સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ ક્રિએટર બનો (Be a Content Creator)

આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ખૂબ આગળ વધી રહ્યા છે કારણ કે તે પ્લૅટફૉર્મમાં તમને વિડિયો, ફોટા, લખાણ જેવા કન્ટેન્ટ વધારે માત્રામાં જોવા મળે છે. આ બધા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આપણાં જેવા જ સમાન્ય લોકો હોય છે જે વિડિયો, ફોટા અને પોતાનું લખાણ વગેરે ઓનલાઇન ફેસબુક, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા પ્લૅટફૉર્મ પર અપલોડ કરે છે અને જ્યારે લોકો તેમના કન્ટેન્ટને જોવાનું ચાલુ કરે છે ત્યારે તેઓ પૈસા પણ કમાય છે. જેમ કે તમે યૂટ્યૂબ પર વિડિયો અપલોડ કરીને પૈસા કમાઈ શકો છો, એજ રીતે ફેસબુક પર પણ પૈસા કમાઈ શકો છો. જો તમને વધારે લોકો ફોલો કરતાં હશે તો તમે એ પ્લૅટફૉર્મમાં જાહેરાતો દ્વારા, ઈ-બૂક વેચીને, સર્વિસ વેચીને અથવા કોઈ અન્ય પ્રોડક્ટ વેચીને પૈસા કમાઈ શકો છો. બસ તમારે જોવાનું છે કે તમારા માટે કયું પ્લૅટફૉર્મ કામ કરશે. તમને શું એવું ગમે છે જેના પર તમે કઈક નવું કન્ટેન્ટ બનાવી શકો અને એ પ્રમાણે તમે એ પ્લૅટફૉર્મને સમજીને તેમાંથી કમાણી કરી શકો છો. આશા છે કે તમને પોતાની કોલેજ લાઈફમાં પૈસા કમાવવા માટે આ 5 રસ્તાઓ ઉપયોગી થશે. હવે તમારે જોવાનું છે કે તમને કયો રસ્તો ગમે છે અને તમારા માટે શું કામ કરે છે અને શું નહીં.

આ પાંચ સિવાય પણ ઘણા રસ્તા છે જેનાથી તમે પૈસા કમાઈ શકો છો. જેમ કે કોઈ મલ્ટિપ્લેક્સ કે મોલમાં પાર્ટ ટાઈમ જોબ કરીને. કે કોઈ અન્યના બિઝનેસમાં નાના-મોટી પાર્ટટાઈમ જોબ કરીને પૈસા કમાઈ શકો છો. આ સિવાય ઓનલાઈન પૈસા કમાવવાની ઘણી સાચી રીત પણ છે. જે નવા આર્ટિક્લમાં જોઈશું.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Earning Tips In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us