• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

11:45 AM May 25, 2025 Gujju News Channel Share on WhatsApp

Gujarat Kadi Visavadar Bypolls News: ચૂંટણી પંચ દ્વારા ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની કુલ 5 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવાની તારીખ જાહેર કરી છે.



Election Commission Announces Bypolls On 5 Seats In Gujarat, Kerala, West Bengal, Punjab : ચૂંટણી પંચ દ્વારા ગુજરાત અને કેરળ સહિત 4 રાજ્યોની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેમા ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણી માટે 19 જૂન મતદાન થશે અને 23 જૂને મતદાનના પરિણામ જાહેર થશે. ગુજરાતમાં બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર સીટ માટે પેટાચૂંટણી યોજાવાની છે.


► 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી


ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની તારીખો જાહેર કરી દીધી છે. જેમા ગુજરાતની કડી અને વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી યોજવાની છે. તમને જણાવી દઇયે કે, વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી એ આપ પાર્ટીના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વિસાવદર બેઠક ખાલી થઇ હતી. નોંધનિય છે કે, ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ગુજરાતના વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. તો કડીના ધારાસભ્ય કરસનભાઇ સોલંકીનું અવસાન થયા બાદ આ વિધાનસભા બેઠક ખાલી પડી છે.


► કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં પેટાચૂંટણી


ગુજરાત ઉપરાંત કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં 1 -1 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવાની છે. જેમા કેરળની નિલામ્બર બેઠક, પશ્ચિમ બંગાળની કાલિગંજ બેઠક અને પંજાબમાં લુધિયાણા વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજવાની છે.


►પેટાચૂંટણી માટે 19 જૂન મતદાન અને 23 જૂન પરિણામ


ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 19 જૂને મતદાન થશે અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવે છે. પેટાચૂંટણી માટે 26 જૂને ગેઝેટ નોટિફિકેશન જાહેર થશે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂન છે. ત્યારબાદ 19 જૂને મતદાન થશે અને 23 જૂને વોટિંગના પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યાર પછી છેલ્લે 25 જૂને પેટાચૂંટણી સમાપ્ત થયેલી જાહેર કરવામાં આવશે.


 



The Election Commission of India announces the schedule for Bye-election to 5 Assembly Constituencies of Gujarat, Kerala, Punjab and West Bengal.

Date of Poll- 19th June
Date of Counting of Votes- 23rd June pic.twitter.com/A06DBntAkN

— ANI (@ANI) May 25, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્રદૂષણનો કેર, AQI 441 પર પહોંચતાં જ GRAP-4 લાગુ, કન્ટ્રક્શન સહિત આ ચીજો પર પ્રતિબંધ

  • 13-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 ડિસેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-12-2025
    • Gujju News Channel
  • ભારતમાં સૌથી પહેલા મરચાં કોણ લાવ્યું? તેનો ઈતિહાસ જાણીને નવાઈ પામશો
    • 13-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-12-2025
    • Gujju News Channel
  • IPL 2026 Auction Live Streaming: IPL 2026 મીની ઓક્શન માટે ફેન્સમાં ઉત્સાહ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ સ્ટ્રીમિંગ જોવું?
    • 11-12-2025
    • Gujju News Channel
  • ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ની સમયમર્યાદા લંબાવી
    • 11-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-12-2025
    • Gujju News Channel
  • પાઇલટ બનવા માટે 12મા ધોરણ પછી શું કરવું પડશે ? જાણો નોકરી મળ્યા પછી તમને કેટલા પૈસા મળે છે
    • 08-12-2025
    • Gujju News Channel
  • Shortage Of Men: આ દેશમાં મહિલાઓની તુલનામાં પુરુષોની ભારે અછત, પતિને ભાડેથી લેવાના દિવસો આવી ગયા
    • 08-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us