
સુશાંતસિંહ રાજપૂતના સુસાઇડ કેસમાં મોટો ખુલાસો, દેવેન્દ્ર ફડણવીસ કહ્યું, 'કેટલાક લોકો પાસે મહત્ત્વપૂર્ણ પુરાવા મળ્યા છે જેની તપાસ ચાલી રહી છે'
સુપરસ્ટાર સુશાંત સિંહ રાજપૂતના ચકચારી આપઘાત કેસમાં ત્રણ વર્ષ બાદ મોટું અપડેટ સામે આવ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેમને આ કેસ સાથે સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. આ તમામ પુરાવાઓની વિશ્વસનીયતા તપાસવામાં આવી રહી છે. અને જે બાદ વધારે માહિતી બહાર આવશે.
તેમણે કહ્યું હતું કે કેટલાક એવા લોકો છે, જેમની પાસે આ મામલાની માહિતી છે, અમે તેમના સુધી પહોંચી ગયા છીએ. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ મુંબઈના બાંદ્રામાં તેના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળ્યો હતો. પ્રથમ નજરે આ મામલો આત્મહત્યાનો હોવાનું જણાયું હતું, પરંતુ બાદમાં મીડિયા અને વિરોધપક્ષોના દબાણને કારણે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. જોકે સીબીઆઈની તપાસમાં કંઈ ખાસ જાણવા મળ્યું નહિ.
►ફડણવીસે કહ્યું, 'કેસ સંબંધિત પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે'
રિપબ્લિક ઈન્ડિયા સાથે વાત કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું,'અત્યારસુધી જે પણ માહિતી ઉપલબ્ધ હતી એ અફવાઓ પર આધારિત હતી. દરમિયાન કેટલાક લોકોએ અમને કહ્યું હતું કે તેમની પાસે આ કેસ સંબંધિત કેટલાક નક્કર પુરાવા છે'. અમે તેમની સાથે વાત કરી અને તેમને પોલીસને પુરાવા સોંપવા કહ્યું. હાલ એ તમામ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. એ પુરાવા સાચા છે કે નહીં એ જાણવું જોઈએ, તેથી હું અત્યારે વધુ કંઈ કહેવા માગતો નથી.
આ પણ વાંચો: ચાલુ મેચમાં ખેલાડીઓએ બાખડીયા: ભારત-કુવૈતની ફુટબોલ ટીમ વચ્ચે કેમ થઈ ઝપાઝપી?
►જાણો સુશાંત કેસમાં શંકા કેમ વધી?
આ વર્ષે જાન્યુઆરીમાં સુશાંત કેસમાં એક ચોંકાવનારી વાત સામે આવી હતી. અભિનેતાના પોસ્ટમોર્ટમ દરમિયાન હાજર ઓટોપ્સી સ્ટાફ રૂપકુમાર શાહે દાવો કર્યો હતો કે સુશાંતે આત્મહત્યા કરી નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે જ્યારે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે તેની ગરદન અને શરીરના કેટલાક ભાગો પર ઈજાનાં નિશાન હતાં. રૂપકુમાર આ વિશે તેમના વરિષ્ઠ સાથે વાત કરવા માગતા હતા, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ આ વિશે પછી વાત કરશે. ઓટોપ્સી સ્ટાફે કહ્યું હતું કે સુશાંતના મૃત્યુ સમયે તેમને કૂપર હોસ્પિટલમાં પાંચ મૃતદેહ મળ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે આમાંથી એક લાશ વીઆઈપીની છે. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું લખવું એ ડોક્ટરનું કામ છે, પરંતુ સુશાંતની તસવીરો જોઈને કોઈપણ કહી શકે છે કે તેની હત્યા કરવામાં આવી છે.
►આ કેસમાં ડ્રગ્સ એંગલ પણ સામે આવ્યો હતો
જ્યારે સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી હતી ત્યારે એમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો. આ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ વ્યાપક તપાસ હાથ ધરી હતી. તપાસમાં ડ્રગ્સ સિન્ડિકેટની વાત પણ બહાર આવી હતી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ડ્રગ્સના આ કેસમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. રિયા પર ખુદ સુશાંતને ડ્રગ્સ લેવાનો અને ડ્રગ્સ આપવાનો આરોપ છે. આ સિવાય સુશાંતનાં પરિવારજનોએ રિયા પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે સુશાંતને માનસિક અને આર્થિક રીતે ટોર્ચર કરતી હતી.
(Home Page- gujju news channel)
આ પણ વાંચો: Bollywood / લસ્ટ સ્ટોરી-2 જોતા સમયે કોઈ રૂમમાં આવી જાય તો શું કરવું? જૂઓ તમન્ના ભાટિયા શું બોલી ગઈ..?
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news