
મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગરમીને લઈને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. જો કે ઊંચા તાપમાનના કારણે કેટલાક ભાગોમાં લો પ્રેશર બને અને લોકલ સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવશે
IMD Weather Forecast: છેલ્લા ચારેક દિવસથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં હોય, તેમ તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચી જતાં આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 3જી મે પછી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. આજે પણ રાજકોટમાં ઓરેન્જ એલર્ટ ઉપરાંત કચ્છ, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગરમીને લઈને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી, પરંતુ બીજી મે સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની નથી. ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે ડીહાઈડ્રેશન અને લૂ લાગવાના કેસો પણ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.
જો કે 3 મે પછી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને રાજ્યના 20થી વધુ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જેમાં 3 મેના રોજ, ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, દાહોદ,પંચમહાલ, છોટા ઉદેપુર,વડોદરા, ભાવનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
5મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર,પંચમહાલ, દાહોદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ,નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં અને 6 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel