
એક સમયે પિતાને જમીન વેચવી પડી હતી, ધંધો બરબાદ થઈ ગયો પણ વૈભવ સુર્યવંશીનું કરિયર બનાવા માટે પરિવારે જે સહન કર્યું તે અવર્ણનીય છે. જાણો વૈભવ સુર્યવંશીના સંઘર્ષ વિશે?
Vaibhav Suryvanshi in IPL 2025 : દર વર્ષે આઈપીએલમાંથી એક ચમકતો સીતારો જરૂર સામે આવે છે. જે પોતાની આવડતથી રાતોરાત લોકોની નજરમાં આવી જાય છે. અને તેની જીંદગી બદલાઈ જાય છે. એજ રીતે IPL 2025માં 14 વર્ષનો 'વંડર બોય' વૈભવ સુર્યવંશીએ આક્રમક બેટિંગની નવી વ્યાખ્યા આપી છે. તેણે IPLમાં શતક ફટકારીને સૌથી યુવાન બેટ્સમેન બનવાનો ખિતાબ જીત્યો છે. તેની આવી સિદ્ધિ ક્રિકેટ પ્રેમીઓ વર્ષો સુધી ભૂલી નહીં શકે અને જ્યાં મેચનું પરિણામ પણ ગૌણ લાગી રહ્યું છે.
► સૌથી ઓછી ઉંમરે શતક ફટકારનાર ખેલાડી
ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બૉલમાં શતક ફટકારીને IPL ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે શતક ફટકારનાર ખેલાડી બનનાર વૈભવ સુર્યવંશી (ઉમર 14 વર્ષ)એ કહ્યું કે, છેલ્લા ત્રણથી ચાર મહિનાથી તે આ માટે ખુબ જ મહેનત કરી રહ્યો હતો અને તેનું ફળ હવે મળ્યું છે. તેના શતકના દમ પર રાજસ્થાન રોયલ્સે 210 રનનો લક્ષ્યાંક માત્ર 25 બોલ બાકી રહે ત્યારે હાંસલ કરી લીધો.
► છેલ્લા 3-4 મહિનાથી મહેનત
જીત પછી તેણે કહ્યું, “ખુબ જ સારું લાગી રહ્યું છે. આ મારી ત્રીજી ઈનિંગ છે અને IPLમાં મારું પહેલું શતક છે. છેલ્લાં ત્રણથી ચાર મહિનાથી હું આ માટે મહેનત કરી રહ્યો હતો અને આજે તેનું પરિપૂર્ણ પરિણામ મળ્યું છે. હું મેદાનને વધારે જોતો નથી, બસ બૉલ પર ધ્યાન રાખું છું.” સુર્યવંશીએ કહ્યું, “IPLમાં શતક ફટકારવું એ સપનાં જેવું છે.” જ્યારે પૂછવામાં આવ્યું કે શું હવે બોલરો તેને નિશાન બનાવશે તેવી બીક છે? ત્યારે તેણે કહ્યું, “ના, કશી બીક નથી. હું એ વિષે વિચારતો પણ નથી, બસ રમવા પર ફોકસ કરું છું.”
► 35 બોલમાં શતક ફટકારી યુસુફ પઠાનનો રેકોર્ડ તોડ્યો
સુર્યવંશીએ 35 બોલમાં શતક ફટકાર્યું, જેમાં તેણે 11 સિક્સર અને 7 ફોર મારી. આ IPL ઇતિહાસનો બીજો સૌથી ઝડપી શતક છે. સાથે જ એ મેન્સ માટેની T-20 ક્રિકેટમાં શતક ફટકારનાર સૌથી યુવાન ખેલાડી પણ બન્યો છે. તે 37 બોલમાં 101 રન બનાવીને આઉટ થયો.
► રોજ 600 બોલનો અભ્યાસ
10 વર્ષની ઉમરે પટણામાં રોજ 600 બોલ રમતા સુર્યવંશી 16-17 વર્ષના નેટ બૉલર્સનો સામનો કરતા. તેમની તાલીમ માટે તેમના પિતા સંજીવ સુર્યવંશી ખાસ 10 વધારાના ટિફિન લાવતા. તેમની આ બધી મહેનત આજે સફળ સાબિત થઈ છે. સવારે ચાર વાગે ઉઠીને ટિફિન તૈયાર કરતી માતા પણ આજે ખુબ જ ખુશ છે.
► પિતા એ જમીન વેચી
પોતાના બાળકના ક્રિકેટના સપનાને સાકાર કરવા માટે પોતાની જમીન વેચી નાખનાર સુર્યવંશી પરિવારની આ સંઘર્ષભરી સફળતાની કહાણી હવે આગામી સમયમાં ક્રિકેટના દંતકથાઓનો હિસ્સો બનશે.
Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Vaibhav Suryvanshi in IPL 2025
𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗
— IndianPremierLeague (@IPL) April 29, 2025
He announced his arrival to the big stage in grand fashion 💯
It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨
Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2