
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો.
Ahmedabad Latest News : અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ છે. આ મામલે આજે 11 વાગ્યે સુનાવણીની શક્યતા છે.
► ચંડોળા તળાવ પાસે 143 બાંગ્લાદેશીની ઓળખ થઈ હતી
ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી કુલ 800થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ફરી એકવાર પોલીસ દ્વારા કાર્યવાહી વધુ ઝડપી કરતાં ચંડોળા તળાવ આસપાસના વીજ કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. પહેલગામ આતંકી હુમલાને લઈ હાલમાં ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવાની કામગીરીમાં લાગેલી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં અંદાજે 800 થી વધુ શંકાસ્પદ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.
► લલ્લા બિહારીનું ફાર્મહાઉસ તોડી પડાયું
લલ્લા બિહારીના ફાર્મ હાઉસનો દરવાજો હોવાથી પોલીસ દરવાજો તોડીને ફાર્મ હાઉસમાં ઘૂસી હતી. ફાર્મ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી. બાદમાં AMCની ટીમ દ્વારા હથોડાથી ફાર્મ હાઉસ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.
► જેસીબી અને ડમ્પર તૈનાત, અનેક પોલીસકર્મીઓ હાજર
40 JCB અને AMC ના 30 ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 1000થી વધુ પોલીસકર્મીઓની હાજરીમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મેગા ડિમોલીશન પર 10થી વધુ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર રીતે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. હવે આ બાંધકામોને તોડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારથી જ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર જોવા મળી રહ્યો છે.
► ડ્રોન વડે ચાંપતી નજર
28 એપ્રિલની રાત્રે AMC ના અધિકારીઓ તેમજ શહેર પોલીસ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને રાત્રે જ ત્યાં પહોંચી જવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમ, SRPની સહિતની ટીમો તૈનાત કરી છે. હાલમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર ઉપરાંત ફુલગીરીના છાપરા પરપ્રાંતિયોનું એપી સેન્ટર રહ્યુ છે.
Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ahmedabad Latest News - Chandola Talav Demolation - GUJARAT LATEST NEWS