
ભારતીય શેર માર્કેટે (Share Market) આજે ઐતિહાસિક ઉચાઈને સ્પર્શી લીધી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાના જુના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને પાછળ છોડતા નવી ઉંચાઈ મેળવી લીધી છે. આજે ફરી શેરબજારે ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ આજે ૬૪,૦૩૭.૧૦ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. નિફટી પણ ૧૯૦૧૧ની સર્વકાલીન ટોચે પહોંચીને ઇતિહાસ રચવામાં સફળ રહ્યો હતો. BSE પર ૧૨૫ શેરમાં અપર સર્કિટ અને ૧૨૯ શેરમાં લોઅર સર્કિટ લાગી છે. ૧૫૮ શેરો ૫ણ સપ્તાહના ઊંચા સ્તરે છે અને ૧૮ શેરો ૫૨ સપ્તાહના નીચલા સ્તરે છે. મહત્વનું છે કે, ત્રણ સત્રોમાં રોકાણકારો રૂ. ૩ લાખ કરોડથી વધુ સમૃદ્ધ થયા છે અને બુલ્સ હજુ પણ પૈસાની ગણતરી કરી રહ્યા છે.
ચોમાસાની શરૂઆત, એચડીએફસી બેંક અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ દ્વારા મર્જર પૂર્ણ થવાની જાહેરાત અને જૂન ડેરિવેટિવ સિરીઝની સમાપ્તિ પહેલા રોલઓવર એ કેટલાક પરિબળો છે જે બજારમાં લાભમાં ફાળો આપે છે.
આ ઉપરાંત ટાઈટન, JSW સ્ટીલ અને બજાજ ફાઈનાન્સના શેર પણ ડોઢ ટકા સુધી મજબૂત છે. જોકે પ્રાઈવેટ બેંકોના શેરમાં હલ્કુ દબાણ જોવા મળી રહ્યું છે. જાણકારો અનુસાર આવનાર સમયમાં નિફ્ટીનો ટ્રેન્ડ મજબૂત જોવા મળી રહ્યો છે. સાથે જ ગ્લોબલ માર્કેટથી આવી રહી છે પોઝિટિવ સંકેતોમાં નિફ્ટીમાં તાકાત ભરેલી છે. જેના સહારે ઐતિહાસિક ઉંચાઈને હાસિલ કરી છે.
બુધવારે પ્રી-ઓપનમાં નિફટી ૧૮૯૦૦ના ઉપર ખુલ્યો. તેના પહેલા નિફટીનો ઓલ ટાઈમ હાઈ ૧૮,૮૮૭.૬૦ અંક હતો. નિફટીએ ૧૪૨ સેશન બાદ આ ઈતિહાસ રચી દીધો છે. જણાવી દઈએ કે નિફટી આ પહેલા પોતાના ઓલ ટાઈમ હાઈ ૧૮,૮૮૭માં ઓક્ટોબર ૨૦૨૧માં ગયું હતું.
સેન્સેક્સ પણ ૬૩૭૦૧.૭૮ના એક નવા ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યું. આ પહેલા સેંસેક્સ ૨૨ જૂન ૨૦૨૩ના સવારે નવા ઓલ ટાઈમ હાઈ ૬૩૬૦૧.૭૧ના સ્તર પર ખુલ્યું હતું. ત્યાં જ નિફટીએ ૧૮૯૦૮.૧૫ની હાઈથી પોતાના વ્યાપારની શરૂઆત કરી.
આ પહેલા અમેરિકી શેર બજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો હતો. ડાઉ જોંસ, નેસ્ડેક અને એસએન્ડપી બમ્પર ઉછાળની સાથે બંધ થયું. જેનાથી આજ ભારતીય બજારને નવા રેકોર્ડ બનાવવામાં બળ મળ્યું. મહત્વનું છે કે પાછલા થોડા સેશનથી નિફટી સતત ઓલ ટાઈમ હાઈ બનવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ આખરે આજે નિફટી છેલ્લા બધા રેકોર્ડ તોડીને શિખર પર પહોંચી ગયું છે. આ વચ્ચે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. અને NTPC ૧૯૦, સન ફાર્મા ૧૦૨૪, ટાટા મોટર્સ ૫૮૫, કર્ણાટક બેંક ૧૭૩, જેબીએમ ૧૧૮૧, ઇન્ડો કાઉન્ટ ૨૧૪, વીપ્રો ૩૮૧ ઉપર છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news