• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાતમાં મેઘો અનરાધાર: સુરતમાં ધોધમાર, બારડોલીમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસતા પાણી જ પાણી...

દક્ષિણ ગુજરાતમાં મેઘો અનરાધાર: સુરતમાં ધોધમાર, બારડોલીમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસતા પાણી જ પાણી...

04:43 PM June 28, 2023 admin Share on WhatsApp



રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 27 તારીખે સવારના 6થી આજે સવારના 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. જેમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં 8 ઈંચ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 24 તાલુકામાં 2 ઈંચથી લઈ 8 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારથી બારડોલીમાં વરસાદ યથાવત્ હોવાથી અત્યાર સુધીમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાતા ઠેર ઠેર પાણી ભરાયાં છે.

RAIN IN GUJARAT WEATHER IN GUJARAT SURAT AHMEDABAD

ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ 10 જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે. 10 જિલ્લામાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આજે સુરત, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાંથી સુરત, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડ્યો છે. તો અન્ય શહેરોમાં પણ વરસાદ શરૂ થયો છે.  

દક્ષિણ ગુજરાતમાં મેઘો અનરાધાર
heavy rain in surat ahmedabad saurashtra

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 24 કલાકમાં બારડોલીમાં 151 મિમી, મહુવામાં 139 મિમી, વાલોડમાં 137 મિમી, નવસારીમાં 130 મિમી, ગણદેવીમાં 111 મિમી, જલાલપોરમાં 102 મિમી સુધી વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.

રાત્રે સુરતમાં વરસાદની તોફાની બેટિંગ

સુરત શહેરમાં રાત્રે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી હતી. જેથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયાં હતાં. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વાહનો અને દુકાનોમાં પાણી ઘુસ્યા

WEATHER IN GUJARAT SURAT RAIN WATER ON ROAD

સુરતના ઉધના અને ડિંડોલી વિસ્તારના તમામ રસ્તાઓ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પાણી ભરાતા એક આઈસક્રીમની દુકાન અને ચાઈનીઝ વેચનારની દુકાનની બહાર પાર્ક કરેલી બાઈક અને દુકાનની ખુરશીઓ પાણીમાં ગરકાવ જોવા મળી હતી.

સૌથી વધુ બારડોલી પથંકમાં 8 ઇંચથી વધુ વરસાદ
સુરત જિલ્લામાં વિધિવત્ ચોમાસું બેઠું હતું અને જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બારડોલી પંથક પ્રભાવિત થયો હતો. ગત રોજ વહેલી સવારથી આજે સવારે આંઠ વાગ્યા સુધીમાં બારડોલી પંથકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી બારડોલી કડોદ માંડવીને જોડતો સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો હતો. રાયમ ગામે મુખ્યમાર્ગ પર પાણી ભરાઈ જતાં વાહન-વ્યવહાર ખોરવાયો હતો. માર્ગને અડીને જ વરાળ હાઈસ્કૂલ પણ આવેલી છે. જ્યાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. બારડોલીથી કડોદ માર્ગ પર આવેલ રાયમ-વરાળ ગામે મુખ્યમાર્ગ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. ગામના આસપાસની ખાડીઓ તેમજ ખેતરોમાંથી પાણી ઉભરાઈને આવતા મુખ્યમાર્ગ ઉપર કેડસમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેથી વાહન-વ્યવહારને માઠી અસર જોવા મળી હતી.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us