• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • New Toll Policy: શુ નવી ટોલ સિસ્ટમ FASTagનું સ્થાન લેશે? કાર ચાલકોને કેવી સુવિધા મળશે, સરકારે આપી માહિતી

New Toll Policy: શુ નવી ટોલ સિસ્ટમ FASTagનું સ્થાન લેશે? કાર ચાલકોને કેવી સુવિધા મળશે, સરકારે આપી માહિતી

09:59 PM April 18, 2025 Gujju News Channel Share on WhatsApp

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અથવા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI)દ્વારા આવા કોઈ ફેરફારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.



New Toll Policy : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ શુક્રવાર એટલે કે 18 એપ્રિલના રોજ સ્પષ્ટતા કરી કે તેણે 1લી મે,2025થી દેશભરમાં સેટેલાઇટ-આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવાની કોઈ યોજનાને મંજૂરી આપી નથી. આ સ્પષ્ટતા ઘણા મીડિયા અહેવાલો પછી આવી છે કે નવી સિસ્ટમ મે મહિનાથી હાલની FASTag સિસ્ટમનું સ્થાન લેશે.


► (NHAI)દ્વારા આવા કોઈ ફેરફારને અંતિમ સ્વરૂપ અપાયું નથી!


મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અથવા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI)દ્વારા આવા કોઈ ફેરફારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. તેના બદલે પસંદગીના ટોલ પ્લાઝા પર હાઇબ્રિડ 'ANPR-FASTag આધારિત બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ' ધરાવતી પાયલોટ પહેલ શરૂ કરવામાં આવશે.


► એડવાન્સ ટોલિંગ સિસ્ટમ કેવી હશે?


એક નિવેદનમાં જણાવાયું છે કે, આ અદ્યતન ટોલિંગ સિસ્ટમ 'ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન'(ANPR) ટેકનોલોજીને જોડશે. તે વાહનોની નંબર પ્લેટ વાંચીને ઓળખ કરશે અને વર્તમાન 'FASTag સિસ્ટમ' કે જે ટોલ કાપવા માટે રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID)નો ઉપયોગ કરે છે. ટોલ બૂથ પર રોકાયા વગર વાહનો પાસેથી નંબર પ્લેટ ઓળખ અને ફાસ્ટેગ ઓળખના આધારે ટોલ વસૂલવામાં આવશે. નિયમોનું પાલન ન કરનારા વાહનોને ઇલેક્ટ્રોનિક નોટિસ ઈશ્યુ કરવામાં આવશે અને ચુકવણી ન કરવાના કિસ્સામાં વાહન પોર્ટલ હેઠળ ફાસ્ટેગ સસ્પેન્ડ કરી શકાય છે અથવા દંડ લાદવામાં આવી શકે છે. NHAIએ પસંદગીના સ્થળોએ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે બિડ મંગાવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તેને મોટા પાયે લાગુ કરવાનો નિર્ણય સિસ્ટમના પ્રદર્શન, વપરાશકર્તા અનુભવ અને કાર્યકારી કાર્યક્ષમતા પર આધારિત રહેશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us