
Sushmita Sen ની એક્સ ભાભી ઓનલાઈન કપડાં વેચીને ગુજરાન ચલાવી રહી છે ? વીડિયો વાઈરલ થતાં રાજીવ સેને કહી હકીકત
અહેવાલો અનુસાર સુષ્મિતા સેનની એક્સ ભાભી ચારુ અસોપાની આર્થિક સ્થિતિ સારી નથી. તે કપડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. હવે આ મુદ્દે સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને કહ્યું કે...
Sushmita Sen Ex Bhabhi Charu Asopa : સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનનું અંગત જીવન ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ખાસ કરીને તેમની પૂર્વ પત્ની અને ટીવી અભિનેત્રી ચારુ અસોપા સાથેના તેમના સંબંધોની ચર્ચાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે અહેવાલો અનુસાર ચારુ અસોપા મુંબઈ છોડીને ચાલી ગઈ છે અને તેમની આર્થિક સ્થિતિ સારી નથી. ચારુ કપડાં વેચીને અને પોતાની દીકરીનો ઉછેર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ લોકો સુષ્મિતા સેનના પરિવારને ટ્રોલ કરી રહ્યા છે. જેને લઈને ચારુના એક્સ પતિ અને સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને આ અંગે હકીકત જણાવી છે.
► ચારુની ક્રુઝ ટ્રીપને લઈને કર્યો કટાક્ષ
રાજીવ સેને હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચારુની આર્થિક સ્થિતિ એકદમ સારી છે અને તેને કોઈ સમસ્યા નથી. જો કોઈ સમસ્યા હોત તો તે ક્રુઝ ટ્રીપ પર ન ગઈ હોત. ચારુ તાજેતરમાં તેના ભાઈ અને ભાભી સાથે ક્રુઝ ટ્રીપ પર ગઈ હતી, જે ઘણી મોંઘી હતી. તેણે બધા માટે ટિકિટ ખરીદી હતી અને બધો ખર્ચ પણ તેણે જ ઉઠાવ્યો હતો. જો તે ક્રુઝ ટ્રીપ અને શોપિંગ પર જઈ રહી છે તો તેને આર્થિક સમસ્યાઓ કેવી રીતે આવી ?
► આર્થિક સમસ્યાઓ હોય તો ઘર કેવી રીતે ખરીદી શકે
રાજીવ સેને વધુમાં જણાવ્યું કે તમે તેની યુટ્યુબ ચેનલ પર તેની ખરીદીની આદતો જોઈ હશે, તો પછી નાણાકીય સમસ્યા ક્યાંથી આવી? તે બિકાનેરમાં ઘર ખરીદવાની છે અથવા કદાચ તેણે પહેલેથી જ ઘર ખરીદી લીધું હશે. ઘર ખરીદવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે. લોન લઈને પણ ઘર ખરીદવું સરળ નથી. જે વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી છે તે ઘર ખરીદી ન શકે.