
'ફાઇટર'નો ફર્સ્ટ લુક હૃતિક રોશને કર્યો શેર, પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર દેખાશે બોલિવૂડની આ એક્ટ્રેસ સાથે...
બોલિવૂડના હેન્ડસમ હન્ક રિતિક રોશને (Hrithik Roshan) તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ 'ફાઇટર' (Action-Thriller Film Fighter)નો ફર્સ્ટ લુક (First Look) રિલીઝ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. અભિનેતાના આ દેખાવે ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. રિતિકે તેના લુકની સાથે ફિલ્મની રિલીઝ ડેટ (Release date) પણ જાહેર કરી છે.
રિતિક રોશને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'ફાઈટર'નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. આ તસવીરમાં રિતિકનો ચહેરો દેખાતો નથી. તે ફાઈટર જેટ પાસે કેમેરા તરફ પીઠ રાખીને ઉભો જોવા મળે છે. ભલે તસવીરમાં અભિનેતાનો ચહેરો દેખાતો ન હોય, પરંતુ તેના લુક્સ પરથી અંદાજ લગાવી શકાય છે કે રિતિક ફિલ્મમાં વધુ સ્માર્ટ લાગશે.
રિતિક રોશને શું કરી હતી પોસ્ટ ?
ફેન્સ સાથે આ તસવીર શેર કરતાં રિતિક રોશને કેપ્શનમાં લખ્યું- 'હેશટેગ ફાઇટર..હેશટેગ 25 જાન્યુઆરી, ફાઇટર માટે સાત મહિના. રિતિકની આ પોસ્ટ જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે અને કોમેન્ટ સેક્શનમાં અભિનેતા માટે હાર્ટ ઈમોજી બનાવી રહ્યા છે.
બોલિવૂડની સુપર સેક્સી વુમન એટલે કે દીપિકા પાદુકોણ (Dipika Padukon) આ ફિલ્મમાં રિતિક રોશન સાથે જોવા મળશે. બંને ફિલ્મમાં પહેલીવાર સ્ક્રીન શેર કરશે. સિદ્ધાર્થ આનંદની ફિલ્મમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સિવાય બોલિવૂડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂર પણ જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ સાથે હૃતિક રોશનની આ ત્રીજી ફિલ્મ છે. અગાઉ તે સિદ્ધાર્થની ફિલ્મ 'બેંગ બેંગ' અને 'વોર'માં જોવા મળ્યો હતો.