
આવનારા મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં શક્તિશાળી વાવાઝોડું બની શકે છે. આ સિવાય 10 મે અને 15 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે
Ambalal Patel Agahi: અત્યારે ગુજરાતમાં આકાશમાંથી આગ ઓકતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પરિણામે લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ગરમી તેમજ ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
► આગામી 48 કલાકમાં હવામાનમાં આવશે પલટો
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને ગાજવીજ અને તોફાની પવન સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ઉપરાંત પંચમહાલ,દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય આવતીકાલથી ગરમી ઘટવાની શક્યતા રહેશે. જેમાં 14 સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિમાં પણ સામાન્ય વધારો જોવા મળશે. એટલે કહી શકાય કે, ગરમીમાં આંશિક રાહત મળશે.
► આ વર્ષે ચોમાસું વહેલું આવશે
ચોમાસાની આગાહી કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું મોટાભાગે 1966 જેવું રહી શકે છે. જો કે અત્યારે ગરમી વધારે પડી રહી હોવાથી, ચોમાસું 1997 જેવું રહે તો નવાઈ નહીં. એટલે કે, આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતા નથી. ખાસ કરીને પાછોતરો વરસાદ વધારે પડી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, આવનારા મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં શક્તિશાળી વાવાઝોડું બની શકે છે. આ સિવાય 10 મે અને 15 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ ચક્રવાદ અલગ-અલગ 5 જિશામાં જઈ શકે છે. જો કે વાવાઝોડાની અસર કેવી રહેશે, તેનો ખ્યાલ તો તે સક્રિય થયા પછી જ આવશે.
► આ વર્ષે ચોમાસું વહેલું આવશે
આ વર્ષે ચોમાસું વહેલું આવશે. જેમાં આગામી 22 થી 27 મે વચ્ચે આંદામાન-નિકોબારના ટાપુ પર વરસાદ પડી શકે છે. આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં વરસાદ વધતો-ઓછો રહી શકે છે. જો કે ગંગા-જમનાના મેદાનો કેવા તપે છે, તેના પર ચોમાસાનો આધાર રહેશે.