
સ્વાસ્થ્યને સારું રાખવા માટે હૂંફાળું પાણી અને ગોળ બેસ્ટ છે. આ પાણી પીવાથી પાચનની ક્રિયામાં જે સમસ્યા હોય છે તે દૂર થાય છે અને આ સાથે જ કિડનીની સમસ્યા પણ દૂર થાય છે. નવશેકા પાણી સાથે ગોળને ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે અને શરીર ડિટોક્સિફાઇ થઇ જાય છે. ગોળને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી અથવા ગોળ ખાધા બાદ ગરમ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તો ચાલો જાણીએ ખાલી પેટે ગોળનું પાણી પીવાના ફાયદા:-
►ગોળમાં હોય છે અનેક પોષકતત્ત્વો
ગોળમાં સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ હોય છે. આ બધા પોષક તત્વો શરીરને કોઈને કોઈ રીતે ફાયદો પહોંચાડે છે. ગોળમાં આયર્ન હોય છે, જે શરીરમાં લોહીની કમીને દૂર કરે છે.
►હૂંફાળા પાણી સાથે ગોળ ખાવાના ફાયદા
નવશેકા પાણી સાથે ગોળ ખાવાથી મેટાબોલિઝમ વધે છે. ગોળને હૂંફાળા પાણીમાં ઓગાળીને પાણી પીવાથી પાચનક્રિયા બરાબર થાય છે, એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. હુંફાળા પાણીમાં ગોળ મિક્સ કરીને ખાવાથી કબજિયાતની પરેશાની નહીં રહે અને સાથે વજન પણ ઓછું થશે.
►શરીરને ડિટોક્સ કરો
ગોળનું પાણી નિયમિત પીવાથી પાચનતંત્ર સારું રહે છે. આ સાથે તેને પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ મળે છે. વાસ્તવમાં, આ પાણી લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને શરીરની અંદર એકઠા થયેલા ઝેરને દૂર કરવામાં પણ મદદ કરે છે.
►રોગપ્રતિકારક શક્તિ વધારો
ગોળ એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરી શકે છે. તેને રોજ ખાલી પેટ પીવાથી શરીરને ઈન્ફેક્શનથી બચાવી શકાય છે.
►ડાયાબિટીસમાં ફાયદાકારક
ગોળનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આવી સ્થિતિમાં, તેનું નિયમિત સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
►ત્વચાને સ્વસ્થ બનાવો
રોજ ખાલી પેટે ગોળનું પાણી પીવાથી ત્વચા સ્વસ્થ બને છે. વાસ્તવમાં, ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે.
►શરીરમાં એનર્જી લેવલ વધારો
જો તમે રોજ નિયમિત રીતે ગોળનું પાણી પીતા હોવ તો તે શરીરના એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે. તે તમને વધુ ચપળ અને તાજગી અનુભવવામાં મદદ કરે છે.
►આ રીતે બનાવો ગોળનું પાણી
એક ગ્લાસ ગરમ પાણીમાં ગોળનો ટુકડો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ હેલ્ધી ડ્રિંકને રોજ સવારે ખાલી પેટ લો. થોડા મહિનામાં તમને તેની અસર જોવા મળશે. જો તમે ગોળને પાણીમાં મિક્સ કરીને પીવા નથી માગતા તો તમે પણ આ રીતે ખાઇને પાણી પી શકો છો. સવારે ગરમ પાણી પીવાથી પેટ સાફ થઈ જશે. આ સિવાય ગોળ-રોટી, ગોળની ચિક્કી, ગોળની ખીર, હલવો, ગોળની ચા જેવી હેલ્ધી વસ્તુઓ પણ ખાઈ શકો છો.
►ગોળ ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ બને છે
ગોળમાં વિટામિન-c હોવાને કારણે તે રોગ રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગોળ ખાવાથી લિવરમાંથી ઝેર સરળતાથી બહાર નીકળી જાય છે, કારણ કે તેમાં સૂક્ષ્મ પોષક તત્વો હોય છે, જે એન્ટી ટોક્સિન ઇફેક્ટ્સ ધરાવે છે. શરીરમાં લોહીની કમી હોય છે, તેથી ગોળ ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ બને છે. જો રેડ બ્લડ સેલ્સનો અભાવ હોય તો એનીમિયા થઈ શકે છે, જેનાથી થાક, નબળાઈ લાગે છે. શરીરમાં આયર્નની ઉણપને કારણે એનીમિયા થાય છે.