
LPG Gas Cylinder Price Increase: એલીપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારી કેન્દ્ર સરકારે મોંઘવારીથી પીડિત પ્રજાને દાઝ્યા પર ડામ આપ્યો છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ પણ રાંધણગેસ સિલિન્ડર ખરીદવા વધારે રૂપિચા ચૂકવવા પડશે
LPG Gas Cylinder Price Increase: એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. રાંધણગેસના ભાવ વધતા મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને મોંઘવારી ફટકો લાગ્યો છે. કેન્દ્ર મોદી સરકારે એલીપજી ગેસ સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધાર્યા છે. રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઉજ્જવલા યોજનાન પર પણ લાગુ થશે. એક બાજુ એક્સાઇઝ ડ્યુટી વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે નહીં તેનાથી ચિંતિત પ્રજાને સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારી દાઝ્યા પર ડામ આપ્યો છે.
► એલીપીજી ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો
મોદી સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો ઉજ્જવલા ગેસ સિલિન્ડર પર પણ લાગુ પડશે. આ પહેલા ઉજ્જવલા ગેસ સિલિન્ડર 503 રૂપિયામાં મળતું હતું, જે હવે 553 રૂપિયામાં મળશે. તો ઘરગથ્થુ વપરાશ મટેના એલપીજી સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધારીને 853 રૂપિયા કરવામાં આવી છે.
સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, “8 એપ્રિલ 2025 મંગળવારથી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારો ઉજ્જવલા યોજના અને બિન-ઉજ્જવલા યોજના હેઠળ તમામ ગ્રાહકોને લાગુ પડશે. હવે નવી કિંમતો મુજબ ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોને 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ”
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હવે ગ્રાહકોને સિલિન્ડર માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જોકે કેન્દ્રીય મંત્રીએ આ નિર્ણય કાયમી ન હોવાની ખાતરી આપી હતી. તેના બદલે, દર 2 થી 3 અઠવાડિયે તેની સમીક્ષા કરવામાં આવશે.