
જો તમે મકાનમાલિક છો, તો તમારું મકાન ભાડે આપતા પહેલા, ભાડા કરારની સાથે સાથે ભાડૂતોનું બેકગ્રાઉન્ડ પણ ચકાસવું જોઈએ. આ દિવસોમાં ભાડા કૌભાંડના કારણે, મકાનમાલિકોને કરોડો રૂપિયાની જીએસટી નોટિસ મળી રહી છે. જાણો શું છે આ નવું ભાડું કૌભાંડ.
Rent, GST Scam: ઘર ભાડે આપવું એ હંમેશા સાઈડ ઇન્કમ માટે એક બેસ્ટ રસ્તો છે. ભાડા માટે મકાનોની માંગ હંમેશા રહે છે, કારણ કે ઘણા લોકો કામ માટે કે સ્ટડીઝ માટે તેમનું ઘર છોડીને બીજા શહેરોમાં રહેતા હોય છે. એવામાં જો તમે મકાનમાલિક છો, તો તમારું મકાન ભાડે આપતા પહેલા, ભાડા કરારની સાથે સાથે ભાડૂતોનું બેકગ્રાઉન્ડ પણ ચકાસવું જોઈએ. આ દિવસોમાં ભાડા કૌભાંડના કારણે, મકાનમાલિકોને કરોડો રૂપિયાની જીએસટી નોટિસ મળી રહી છે. જાણો શું છે આ નવું ભાડું કૌભાંડ.
► ભાડા કૌભાંડ કેવી રીતે થાય છે?
આ કૌભાંડની પદ્ધતિ તદ્દન નવી છે. પહેલા ઠગ તમારા ઘર કે ફ્લેટની રેકી કરે છે. ત્યારબાદ તે ઘર કે ફ્લેટને ભાડે રાખે છે. તેમજ કાનૂની ભાડા કરાર પણ કરે છે. કરાર મુજબ એડવાન્સ ભાડું અને સિક્યોરિટી ડિપોઝીટ પણ આપવામાં આવે છે. ત્યારબાદ થોડા દિવસો પછી, કોઈ કટોકટીના બહાને અથવા હોમ ટાઉનમાં નોકરી મળવાના બહાને, તે મકાનમાલિક અથવા માલિકને ફ્લેટ ખાલી કરવા માટે જાણ કરે છે. આ કિસ્સામાં તેઓ સિક્યોરિટી ડિપોઝિટ અને એડવાન્સ ભાડું પણ પરત માગતા નથી. આથી મકાન માલિક પણ કોઈ સમસ્યા બતાવતા નથી. શરૂઆતમાં મકાનમાલિકને લાગે છે કે તેને ફાયદો થયો છે. પછી થોડા દિવસો પછી તેમના ઘરે GST નોટિસ આવે છે. કારણ કે ભાડૂત તરીકે દેખાડનાર છેતરપિંડી કરનારને મકાનમાલિકના સરનામે નકલી GST એકાઉન્ટ રજીસ્ટર કરાવે છે. પછી તે તેમના માટે મોટી કર લાયબિલીટી છોડીને ફરાર થઈ જાય છે.
► મકાનમાલિક કરી શકે છે આ મુશ્કેલીનો સામનો
ભાડા કૌભાંડ ટેક્સ સાથે સંબંધિત છે. એવામાં જો મકાન માલિક તેમાં ફસાઈ જાય તો તેને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દેખીતી રીતે છેતરપિંડી કરનાર ભાડુઆતે નકલી દસ્તાવેજો આપ્યા હોવા જોઈએ, તેથી તેને શોધી કાઢવું શક્ય નથી. તેમજ મકાનમાલિક એ સાબિત પણ નહિ કરી શકે કે GST લાયબિલીટી તેની નથી. જો તેઓ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થાય તો પણ તે ઘણી લાંબી પ્રક્રિયા છે.
► ભાડા પર મકાન અથવા ફ્લેટ આપતા પહેલા આ સાવચેતી રાખો
- ભાડું ચૂકવતા પહેલા, ભાડૂતનું પોલીસ વેરિફિકેશન કરો.
- સ્ટેમ્પ પેપર પર ભાડા કરાર તૈયાર કરો અને તેને નોટરાઇઝ કરો.
- જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જ ચૂકવો.
- ભાડૂતના આધાર, પાન કાર્ડ અને અગાઉના ભાડે આપેલા સરનામાની કોપી લો.
- ભાડૂત ક્યાં કામ કરે છે? ઓફિસનું એડ્રેસ અને તે કયો ધંધો કરે છે તેની જાણકારી રાખો.
- ભાડા કરારમાં નાણાકીય વ્યવહારો અને કર સંબંધિત કલમોનો સ્પષ્ટપણે સમાવેશ કરો.
- ભાડા કરારમાં એ પણ ઉમેરો કે ભાડૂત આ સરનામાનો GST રજીસ્ટ્રેશન અથવા કોઈપણ વ્યવસાય હેતુ માટે ઉપયોગ કરી શકશે નહીં.
તમારા એડ્રેસ પર GST રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં તે કેવી રીતે તપાસવું?
- ઓનલાઈન GST પોર્ટલ (https://www.gst.gov.in) પર જાઓ.
- હોમપેજ પર 'સર્ચ ટેક્સપેયર' વિકલ્પ પર જાઓ અને ક્લિક કરો.
- ‘Search by GSTIN/UIN’ અથવા ‘Search by PAN’નો વિકલ્પ પસંદ કરો.
- તમારો PAN નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
- જો કોઈ GSTIN અથવા ખોટું એડ્રેસ દેખાય છે, તો તે નકલી નોંધણી હોઈ શકે છે.
► ફરિયાદ ક્યાં કરવી?
- જો તમે ભાડા કૌભાંડનો શિકાર છો, તો તમે તેની ફરિયાદ GST પોર્ટલ પર કરી શકો છો.
- તમે સંબંધિત રાજ્યના GST વિભાગના ઈમેલ આઈડી પર પણ ફરિયાદ કરી શકો છો.
- તમારી ફરિયાદ GST કસ્ટમર કેર નંબર 1800-103-4786 પર કોલ કરીને પણ નોંધાવી શકાય છે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel