
મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ(Flight)માં સીટ પર એક મુસાફરે શૌચ કર્યો હતો અને પેશાબ પણ કર્યો હતો. સાથે સાથે આરોપી થૂંકયો હોવાનો પણ આરોપ લાગી રહ્યા છે. હલકી માનસિકતા ધરાવતા આ મુસાફરની ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.
એયર ઇન્ડીયાની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટમાં એક મુસાફરે ચીતરી ચડી જાય તેવું કૃત્ય આચરતા ચકચાર જાગી હતી. મુસાફરે સીટ પર શૌચ કર્યા બાદ થૂંક્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા હલકી માનસિકતા ધરાવતા આ મુસાફરની ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે. આ આરોપી આફ્રિકામાં રસાયા તરીકે કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.એક મુસાફરે ખરાબ કૃત્ય કર્યું હતું.
મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટના કેપ્ટન દ્વારા દિલ્હીના આઇજીઆઈ એરપોર્ટ પર પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું કે મુંબઈથી દિલ્હી જતી 24 જૂનની એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઇસી 866 માં સીટ નંબર 17 એફ પર સવાર એક મુસાફરે ખરાબ કૃત્ય કર્યું હતું. તેણે ફ્લાઇટની 9 ડીઇએફ સીટ પર શૌચ કર્યો હતો અને પેશાબ પણ કર્યો હતો. સાથે સાથે આરોપી થૂંકયો હોવાનો પણ આરોપ લાગી રહ્યા છે.
આરોપીના આ દૂરવ્યવહારને કેબિન ક્રુ એ જોઈ જતા તેઓએ કેબિન સુપરવાઇઝરને જાણ કરી અને ચેતવણી આપી હતી. આ ઉપરાંત ફ્લાઈટના કેપ્ટનને પણ ઘટનાની માહિતી આપી હતી. બાદમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો કે સાથી મુસાફરો નારાજ અને ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા હતા. જેવી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઉતરી કે તરત જ જ એર ઇન્ડિયાના સુરક્ષા કર્મીઓએ આરોપીયાત્રીની ધરપકડ કરી લીધી હતી અને પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. બાદમાં તેને જામીન મળી ગયા હતા. પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર ફ્લાઇટ કેપ્ટનની ફરિયાદ પર દિલ્હી પોલીસે મુસાફર સામે 294/510 હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી લીધા બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો જો કે આ મામલે જામીન મળી જતા હાલ વધુ તપાસ ચાલી રહી છે.