
ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મોરબીના યુવક સાથે કરી 28.03 લાખની છેતરપિંડી. ઝારખંડથી આરોપીની પોલીસે કરી ધરપકડ
મોરબી સાયબર ક્રાઇમ પોલીસે 28 લાખના સાયબર ફ્રોડના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસના મુખ્ય આરોપીની ઝારખંડથી ધરપકડ કરી છે. આરોપી પ્રખ્યાત કંપનીના નામે તેના ભળતા નામવાળી વેબસાઈટ બનાવતો હતો અને તે કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામે લાખો રૂપિયા પડાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પ્રખ્યાત કંપનીઓની 90 નકલી વેબસાઇટ બનાવી અને ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે.
► ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને કરી છેતરપિંડી
ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મોરબીના યુવક સાથે કરી 28.03 લાખની છેતરપિંડી આ કેસમાં ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી રીતુ આનંદ પરમેશ્વરપ્રસાદ સિંઘ ઝારખંડનો રહેવાસી છે અને તે હાલમાં છત્તીસગઢના ભિલાઈમાં રહેતો હતો.આરોપીએ ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મોરબીના યુવાન પાસેથી રૂ.28.03 લાખની છેતરપિંડી કરી હતી.
► નકલી વેબસાઈટ બનાવી ફરિયાદી પાસેથી રૂ.28.03 લાખ પડાવ્યા
મોરબીના વાઘપરા વિસ્તારના 37 વર્ષીય યુવાન હિરેનભાઈ પુજારાએ સોશિયલ મીડિયા પર "TATA ZUDIO FRANCHISE" સર્ચ કરતા એક વેબસાઇટ પર પહોંચ્યા હતા, જેમાં તેમણે પોતાની વિગતો ભરી હતી. ત્યારબાદ આરોપીઓએ તેમને ફોન કર્યો હતો અને HELP@TATAZUDIOPARTNER.IN પરથી ફ્રેન્ચાઇઝી ફોર્મ મોકલ્યું હતું. આરોપીઓએ ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝીનું બોગસ પ્રમાણપત્ર આપીને ડિપોઝિટના નામે વિવિધ બેંક એકાઉન્ટમાં રૂ.28.03 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ભોગ બનનાર મોરબીના યુવાને ત્રણ મોબાઇલ નંબર અને બે બેંક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ ફરિયાદ આધારે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે.
► આરોપી રીતુ આનંદ પરમેશ્વરપ્રસાદ સિંઘ ઝડપાયો
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં લોકો સાથે 1.15 કરોડની છેતરપિંડી કરી આરોપીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં લોકો સાથે 1.15 કરોડથી વધુની છેતરપિંડી કરી છે,
જેની વિગતો આ મુજબ છે :
• મોરબીના યુવક સાથે 28.03 લાખની છેતરપિંડી
• રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારમાં રહેતા ફરિયાદી સાથે 33.24 લાખની છેતરપિંડી
• મહારાષ્ટ્રના નવી મુંબઇમાં રહેતા ફરિયાદી સાથે 54.70 લાખની છેતરપિંડી
ફ્રોડ થયેલ રકમના ટ્રાંજેક્સનોને એનેલાઇઝ કરતા આરોપી દ્વારા પ્રથમ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રૂપીયા જમા કરવવામાં આવ્યા બાદ બિહાર રાજ્યમાં રૂપીયા ટ્રાન્સફર કરીને ATM મશીનો દ્વારા રૂપીયા વીડ્રો કરવામાં આવ્યાં હતા. પોલીસ આરોપીને પકડવા બિહાર પહોંચી હતી, પણ તે પહેલા તે ત્યાંથી નાસી ગયો હતો.
► "આરોપી IT સેક્ટરનો જાણકાર હોવાથી નકલી વેબસાઈટ બનાવી"
આરોપી IT સેક્ટરનો જાણકાર, પ્રખ્યાત કંપનીઓની 90 નકલી વેબસાઇટ બનાવી મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના જણાવ્યાં અનુસાર આરોપી રીતુ આનંદ પરમેશ્વરપ્રસાદ સિંઘ IT સેક્ટરમાં વેબ ડેવલોપીંગ, ડીઝીટલ માર્કેટીંગ, વેબસાઇટ ડીઝાઇનીંગ અને કંટેન્ટ માર્કેટીંગનો જાણકાર છે અને તે RIMOBIT.COM (Rimobit Infotech) નામની કંપની ચલાવી Web and Digital servicesના નામે પોતાના ભાડાના મકાનમાંથી ઓનલાઇન ફ્રોડનું નેટવર્ક ચલાવતો હતો. મોરબી પોલીસે ત્રણ ગુણનો ભેદ ઉકેલ્યો છે. આ આરોપી અને તેની સાથે જોડાયેલા શખ્સો દ્વારા ભારતના ક્યાં કયાં રાજ્યોમાં કેટલા લોકો સાથે કેટલી રકમનું ફ્રોડ કરવામાં આવ્યું છે તેની તપાસ હાલમાં મોરબી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ંCrime News in Gujarat - morbi news in gujarati - it sector crime - duplicate website maker fraude 28.03 lacks - આઈટી સેક્ટર ક્રાઈમ