
પગાર ઉપરાંત અનેક પ્રકારના ભથ્થા મળે છે, જે પૈકી તેમના પરિવારના સભ્યો માટે પણ છે.
Member Of Parliament Salary And Benefits: સરકારના નોટિફિકેશન પ્રમાણે સાંસદોના વેતન, ભથ્થા અને પેન્શનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ફુગાવાના દર (Cost Inflation Index)ને ધ્યાનમાં રાખીને આ વધારો કર્યો છે. આ નવા પગાર 1લી એપ્રિલ,2023થી લાગૂ કરવામાં આવેલ છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમના પગાર પર કોઈ જ પ્રકારનો ટેક્સ નથી. તેમને પગાર ઉપરાંત અનેક પ્રકારના ભથ્થા મળે છે, જે પૈકી તેમના પરિવારના સભ્યો માટે પણ છે. તેમાં પત્ની અથવા જીવનસાથી માટે 34 મફત હવાઈ મુસાફરી, અમર્યાદિત ટ્રેન મુસાફરી અને સંસદ સત્ર દરમિયાન ઘરેથી દિલ્હી સુધી વાર્ષિક 8 હવાઈ મુસાફરીનો સમાવેશ થાય છે.
ભથ્થાં સંબંધિત બાબતોની વાત કરીએ તો એક સાંસદ એટલે કે સંસદ સભ્યને 50 હજાર યુનિટ ફ્રી વીજળી, 1.70 લાખ ફ્રી કોલ, 40 લાખ લિટર પાણી, રહેવા માટે સરકારી બંગલો (જેમાં તમામ ફર્નિચર અને એર કન્ડીશનીંગનો સમાવેશ થાય છે તથા તેનુ મેઈન્ટેનન્સ પણ ફ્રી છે) મળે છે. આ ઉપરાંત તેમને સિક્યુરિટી ગાર્ડ્સ, આજીવન પેન્શન, જીવન વિમા તથા સરકારી ગાડી પણ સરકાર તરફથી સાંસદને પ્રાપ્ત થાય છે. આ ફેરફાર 1954ના સાંસદ પગાર અને પેન્શન કાયદા હેઠળ કરવામાં આવ્યો છે. વર્ષ 2018 પછી આ પહેલી વાર છે જ્યારે સાંસદોના પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો છે. આ વધારો ફુગાવાના સૂચકાંકના આધારે કરવામાં આવ્યો છે.
આ સુધારો આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 48 ની સમજૂતીના કલમ (v) હેઠળ નિર્ધારિત ખર્ચ ફુગાવાના સૂચકાંકના આધારે કરવામાં આવ્યો છે. તે સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ ફેરફાર સાથે સાંસદોનું પેન્શન અને પગાર ફુગાવાને આવરી લેવામાં વધુ મદદરૂપ થશે, પરંતુ તે જ સમયે આ મુદ્દો જનતામાં ચર્ચાનો વિષય પણ બની શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ફુગાવાની સીધી અસર સામાન્ય માણસ પર દેખાઈ રહી છે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - પોલિટિક્સ ન્યુઝ - Politics News In Gujarati - MP Salary Hike in Gujarati