• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • એકલા રહેતા વૃદ્ધની સાથે કામવાળીએ શું કર્યું ? જાણો કેમ બોલાવી પડી પોલીસ..

એકલા રહેતા વૃદ્ધની સાથે કામવાળીએ શું કર્યું ? જાણો કેમ બોલાવી પડી પોલીસ..

05:26 PM June 26, 2023 admin Share on WhatsApp



વડોદરા શહેરમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી છે. જાહેરાત થકી કામ માંગવા પહોંચેલી મહિલા પોતાના સાગરીતો સમક્ષ કઢગી હાલતમાં ઉપસ્થિત થઈ વૃદ્ધને દુષ્કર્મના આક્ષેપ સાથે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દસ લાખની માંગણી કરી રૂ.50 હજાર પડાવી વધુ નાણાની માંગણી કરતા વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે. આ હનિટ્રેપના કેસ (honey trap case) માં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. 

ફતેગંજ વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ હરેશચંદ્ર પુરુષોત્તમ પંડ્યા નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો પુત્ર વિદેશમાં તેમજ પત્નીનું નિધન થયું હોય તેઓ એકલા રહેતા હતા. તેમના ઘરે ઘરકામ કરતી મહિલા બીમાર થતાં ઘરકામ માટે પેપરમાં જાહેરાત થકી મળવા આવેલ અન્ય મહિલા શહેનાજબેનને ઘરકામ માટે જણાવ્યું હતું. 13 જૂનના રોજ શહેનાજ બપોરના સુમારે ઘરકામ માટે આવી હતી. અને તે સમયે અચાનક ઉપરા છાપરી ડોરબેલ વાગ્યા હતા. જેથી હુંએ ઘરનો દરવાજો ખોલતા બે મહિલાઓ સાથે એક વ્યક્તિ હાજર હતો. અને આ સમયે ઘરકામ માટે આવેલ શહેનાજ લેંગીઝ કાઢી નાખેલ હાલતમાં દરવાજા પાસે આવી હતી. અને તેણે  છેડતી કરી ખરાબ કામ કર્યાના આક્ષેપ કર્યા હતા. અને ઘસી આવેલ લોકોએ ઘરકામ કરવાના બહાને મહિલાઓને બોલાવી આવા ખોટા કામો કરો છો કહી મને ધમકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી.

અવાર નવાર ધમકી બાદ અંતે 1.50 લાખની માંગણી કરતા મારી પાસેથી બળજબરીથી રૂ 50 હજાર કઢાવી લીધા હતા. તેઓ અંદરો અંદર વિરેન, રાગિણી તથા ટ્વિંકલ નામથી વાતચીત કરતા હતા. ત્યારબાદ ફરીથી તેઓએ વધુ નાણાની માંગ કરી હતી. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી હ્યમુન ઇન્ટેલીજસ તથા ટેકનીકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. હનીટ્રેપમાં ફસાવી ધમકીઓ આપી આધેડ પાસેથી રૂપિયા પડાવનાર ફતેગંજ વિસ્તારમાં રહેતી શેહનાદબીબી દીવાનને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી અન્ય ત્રણ આરોપીની શોધખોળ હાથ ધરી છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 17 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 16-09-2025
  • Gujju News Channel
  • ભારતીય ટીમની જર્સી પર હવે જોવા મળશે Apollo Tyres નો લોગો, BCCI સાથે ડીલ ફાઈનલ
    • 16-09-2025
    • Gujju News Channel
  • જામનગરમાં આવેલા અનંત અંબાણીના વંતારાને સુપ્રીમ કોર્ટથી મળી ક્લીન ચીટ, જાણો શું છે આખો મામલો?
    • 15-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-09-2025
    • Gujju News Channel
  • વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue
    • 13-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us