
ઘરની સામે જ રહેતી પાંચ વર્ષીય બાળકીને લાલુ હિંમત તડવી નામનો ભુવો પોતાના ઘરે લઇ ગયો હતો અને ગળુ કાપીને તેની હત્યા કરી નાંખી હતી.
Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં અંધશ્રદ્ધામાં એક નાની બાળકીનો ભોગ લેવાયો છે. ગામના એક આધેડ વયના ભુવાએ તાંત્રિક વિધિ માટે ગળુ કાપી બાળકીની હત્યા કરી બલી ચડાવી હોવાની ઘટના બની છે. ભુવો બાળકીને ભાઇને પણ લઇ જઇ રહ્યો હતો. જોકે ગ્રામજનો જોઇ જતાં તેને બચાવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બોડેલી તાલુકાના પાણેજ ગામમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવી દે તેવો બનાવ બન્યો હતો. ઘરની સામે જ રહેતી પાંચ વર્ષીય બાળકીને લાલુ હિંમત તડવી નામનો ભુવો પોતાના ઘરે લઇ ગયો હતો અને ગળુ કાપીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ ભુવો બાળકીના નાના ભાઈને પણ પોતાની સાથે પોતાના ઘરે લઇ જઇ રહ્યો હતો. જોકે એ સમયે ગ્રામજનો ભુવાને બાળકને લઇ જતાં જોઇ ગયા હતા. જોકે પ્રાપ્ત વિગતો અનુસાર તાંત્રિક બાળકીને બળજબરીથી ખેંચી ગયો હતો. જોકે તેની પાસે કુહાડી હોવાથી લોકો પણ તેનો પ્રતિકાર કરવામાં પાછા પડ્યા હતા. ગ્રામજનો ભુવા પાસે પહોચ્યા હતા અન્ય બાળકને બચાવ્યો હતો.
ગ્રામજનો દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતા મામલતદાર અને પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ હત્યારા ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરમાં ઘણા વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ છે.
વધુ માહિતી આપતા બોડેલીના એ એસ પી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાણેજ ગામના તાંત્રિક લાલુ તડવી 4 વર્ષની આંગણા માં રમતી બાળકીને ઉઠાવી ઘરમાં આવેલા મંદિર આગળ કુહાડીથી માથું કાપી બાળકીના લોહીને મંદિર પર છાંટી નર બલીનો ગુનો આચાર્યો છે. બાળકીની માતાએ પીલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી પૂછ પરછ કરવામાં આવી રહી છે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -Chhota Udepur bodeli News : 5 year girl killed by bhuva for Tantrik Vidya in bodeli - Gujarat Crime news Update