
GPSC દ્વારા વર્ગ 1-2ની જગ્યા પર ભરતીની જાહેરાત, ઉમેદવારો આવતીકાલથી કરી શકશે અરજી
GPSC Recruitment : GPSC દ્વારા વર્ગ 1 અને 2ની કુલ 244 જગ્યાઓની જાહેરાત, 7 થી 23 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
GPSC Recruitment : સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે GPSC દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ GPSC દ્વારા વર્ગ 1 અને 2 ની કુલ 244 જગ્યાઓની જાહેરાત કરાઇ છે. આ ભરતી માટે 7 થી 23 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. વિગતો મુજબ આ જાહેરાત માટે આવતીકાલથી જ ફોર્મ ભરી શકાશે.
►GPSCમાં વર્ગ 1-2 અધિકારીની ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટે કુલ 244 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે.
જાહેરાત નં. 240/2024-25 ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત સિવિલ સર્વિસીસ, વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ-2 ની ઓનલાઇન જાહેરાત માટે ઓનલાઈન અરજી 07-03-2025 થી 23-03-2025ના 23:59 સુધી ભરી શકાશે.
► જાણો શું છે નવા નિયમો
નવા નિયમ અનુસાર, GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્યપરીક્ષા આપતાં પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં પરીક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે. ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - GPSC Recruitment : GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષા