
Champions Trophy 2025 India into Finals : સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શાનદાર એન્ટ્રી મેળવી લીધી છે.
ભારતે અમદાવાદમાં મળેલી ODI વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લઈ લીધો છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું છે. વિરાટ કોહલીએ 84 રન ફટકાર્યા. જ્યારે રાહુલે 42* રન બનાવ્યા. તો હાર્દિક પંડ્યાએ 28 રન બનાવ્યા.સેમી ફાઈનલમાં હારતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની સફર પૂરી થઈ છે. હવે ભારત 9 માર્ચે દુબઈમાં બીજી સેમી ફાઈનલના વિજેતાની સામે ફાઈનલમાં ટકરાશે. જીત સાથે ભારત વર્લ્ડ કપ હારનો પણ બદલો લઈ લીધો છે.
ભારતની ઓપનિંગ જોડી ફેલ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 28 અને ગિલ 8 રન બનાવીને આઉટ થયાં હતા. ત્યારે બાદ કોહલી અને અય્યરની જોડીએ મોરચો સંભાળ્યો હતો. કોહલીએ 54 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને તે સદી તરફ આગળ વધતો હતો પરંતુ 84 રનમાં કોહલીની ગેમ ઓવર થઈ ગઈ હતી. અય્યર 45 રનમાં બોલ્ડ થયો હતો. ત્યાર બાદ આવેલા અક્ષર પટેલે પણ વિસ્ફોટક ઈનિંગ ખેલી હતી જોકે તે પણ ક્લિન બોલ્ડ થયો હતો અને તેણે 27 રનનું યોગદાન આપ્યું હતું.
ફાઈનલ એન્ટ્રી સાથે ભારત પાસે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની તક આવી છે. આ પહેલા ભારતે 2013ની સાલમાં ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ થયું હતું. તેની શરુઆત જ ઘણી કંગાળ રહી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ ઓપનર કૂપર કોનોલીને વિકેટ કિપરને હાથે કેચ આઉટ કરાવી દીધો હતો, આમ કોનોલી ખાતું ખોલાવ્યાં વગર પેવેલિયન ભેગો થયો હતો. આ પછી ટ્રેવિસ હેડે કેટલાક આકર્ષક શોટ રમ્યા, પરંતુ વરુણ ચક્રવર્તી આવતાની સાથે જ તેણે ટ્રેવિસ હેડને તેની ઓવરના બીજા બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવતાં ભારતને મોટી રાહત મળી હતી. ટ્રેવિસ હેડ 39 રન બનાવીને આઉટ થયો હતો. માર્નસ લાબુશેન 36 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને જોશ ઇંગ્લિશ ક્રીઝ પર છે. કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. જ્યારે એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા. એક સમયે કાંગારૂ ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટર્સ પર લગામ કસી હતી.
ઝડપી બોલર મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 48 રન આપીને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. સ્પિનરો વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી.
• ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી.
• ઓસ્ટ્રેલિયન ટીમ : કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, નાથન એલિસ, એડમ ઝંપા, તનવીર સંઘા
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Champions Trophy 2025 India into final - India Win by 4 Wicket - Live Score Of Champions Trophy 2025 - India Won semifinal Against australia in dubai