
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી : ધો.10 અને 12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, અરજી પ્રક્રિયા સહિતની માહિતી મેળવો...
Indian coast guard recruitment 2025 : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
Indian Coast Guard Recruitment 2025, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી : સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક જનરલ ડ્યૂટી અને નાવિક ડોમેસ્ટીક બ્રાન્ચમાં કૂલ 300 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સંસ્થા | ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) |
પોસ્ટ | નાવિક |
જગ્યા | 300 |
વય મર્યાદા | 18થી 22 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 3-3-2025 |
ક્યાં અરજી કરવી | Apply Here |
પોસ્ટ | જગ્યા |
નાવિક જનરલ ડ્યુટી | 260 |
નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ | 40 |
કુલ | 300 |
ભારતીય કોસ્ટ ગાર્ડ જનરલ ડ્યુટીની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ભૌતિકશાસ્ત્ર/ગણિત સાથે 12મું પાસ કરેલ હોવું આવશ્યક છે. જ્યારે 10 પાસ ઉમેદવારો નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ ડીબી માટે અરજી કરી શકે છે. આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે, ઉમેદવારો ICGની સત્તાવાર સૂચનાની મદદ પણ લઈ શકે છે. આ ભરતી માટે માત્ર પુરૂષ નાગરિકો જ અરજી કરવા પાત્ર છે.
અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરવામાં આવે તો ઉમેદવારની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 22 વર્ષ હોવી જોઈએ.
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રીક્સ લેવલ-3 મુજબ દર મહિને 21,700 રૂપિયાનો પગાર આપવામાં આવશે. આ સિવાય અન્ય ભથ્થા પણ મળશે.
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, દસ્તાવેજ ચકાસણી, મેડિકલ ટેસ્ટ વગેરેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે.
અસુરક્ષિત/OBC/EWS ઉમેદવારોએ 300 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC/ST ઉમેદવારો માટે કોઈ ફી નક્કી કરવામાં આવી નથી.
આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની લઘુત્તમ ઊંચાઈ 157 સેમી અને છાતી 5 સેમીની વિસ્તરણ હોવી આવશ્યક છે. જ્યારે ફિઝિકલમાં ઉમેદવારોએ 7 મિનિટમાં 1.6 કિમી દોડવાનું રહેશે. આ સિવાય 20 સિટ-અપ અને 10 પુશઅપ્સ પણ કરવાના રહેશે.
• અરજી કરવા માટે ઉમેદવારોએ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની વેબસાઈટ પર જવું અથવા અહીં અ્પ્લાય પર ક્લિક કરવું. - Apply Here
• અહીં કરિયર ઓપ્શનમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
• અરજીમાં માંગેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચીને ભરવી
• અરજી ફાઈનલ સબમીટ કર્યા બાદ ભવિષ્યના સંદર્ભ માટે પ્રીન્ટ કાઢી લેવી.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - indian Cost Guard Recruitment 2025 - સરકારી નોકરી ભરતી : Goverment Job In Gujarat - ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2025