
Chia Seeds Benefits : ચિયા બીજનો આ રીતે ડાયટમાં કરો સમાવેશ, તકમરીયાથી થશે અનેક ફાયદા...
Chia Seeds Benefits in Gujarati: ચિયા બીજ ગુણોનો ભંડાર છે. ખાસ કરીને, તે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ઘણી રીતે ડાયટમાં સામેલ કરીને તેનો સંપૂર્ણ લાભ મેળવી શકાય છે.
Chia Seeds Benefits in Gujarati : શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ડાયટ ખૂબ જ જરૂરી છે. માર્કેટમાં એવી ઘણી વસ્તુઓ મળે છે, જેનો ડાયટમાં સમાવેશ કરી શકાય છે. જે સ્વાસ્થ્ય સુધારવાની સાથે શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. માર્કેટમાં મળતા ચિયા સીડ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચિયા બીજમાં વજન ઘટાડવાથી લઈને પાચનક્રિયા સુધારવાના અનેક ગુણો છે. ત્યારે જાણો પ્રમાણિત ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ પાસેથી ચિયા બીજને ડાયટમાં સામેલ કરવાની રીત...
• ચિયા બીજવાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને તેનું સેવન કરો.
• ચિયા બીજને પાણીમાં મિક્સ કરીને ડિટોક્સ ડ્રિંક બનાવી શકાય છે. જેને દિવસભર ધીમે ધીમે પી શકાય છે.
• ચિયા સીડ્સને દહીંમાં મિક્સ કરીને ખાઈ શકાય છે.
• સ્પ્રાઉટ્સ અથવા હેલ્ધી સલાડની ઉપર ચિયાના બીજ નાખીને ખાઈ શકાય છે.
• ચિયા બીજ દ્વારા પુડિંગ બનાવી શકાય છે.
• ચિયા સીડ્સને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તે જેલ જેવું દેખાશે. તેને 1-2 ચમચી સ્મૂધી ઉપર નાખીને હેલ્ધી નાસ્તો બનાવી શકાય છે.
• ચિયા સીડ્સને દૂધમાં પલાળીને ખાઈ શકાય છે. તે વજન વધારવા માટે ઉપયોગી છે.
• પેટની ચરબી ઘટાડવા માટે ચિયા બીજને પાણીમાં ઉકાળીને પી શકાય છે.
• ચિયા સીડ્સને દૂધમાં પલાળીને તેની ખીર બનાવી શકાય છે.
• ચિયા બીજ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.
• ચિયા બીજ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે.
• ચિયા બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે.
• ચિયા સીડ્સ હાડકાં અને વાળ માટે ફાયદાકારક છે.
• ચિયા સીડ્સ એજિંગ સાઈન્સને ઘટાડવામાં ફાયદાકારક છે.
• ચિયા સીડ્સ પાચન સુધારવામાં ફાયદાકારક છે.
• તેને ડાયટમાં સામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Chia Seeds Benefits in Gujarati : ચિયા બીજના ફાયદા | ચિયા બીજને આ રીતે ડાયટમાં સામેલ કરો - ચિયા સીડ્સ - ચિયા બીજ