
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી 5 દિવસ ચોમાસને લઈને કોઈ શકયતા નથી. ચોમાસુ હાલ ઓડિશા સુધી પોહચ્યું છે. જોકે (Gujarat Weather Forecast) રાજ્યમાં 5 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે, અને છુટા છવાયા અને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે તેવું પણ જણાવ્યું છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને મહીસાગર સહિત આસપાસ વિસ્તારમાં વરસાદની સંભાવના છે. પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણને કારણે વરસાદી માહોલની શક્યતા છે. અત્યારે પશ્ર્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય છે. જેથી દેશના 26 રાજ્યોમાં ચોમાસું આજે પહોંચે તેવી શક્યતા છે.
અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતી (Dr. Manorama Mohanti) એ રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે. આગામી ત્રણ દિવસ હળવો વરસાદ થવાની સંભાવના છે. 25-26 તારીખે વરસાદ વધવાની સંભાવના છે.
સ્થાનિક હવામાન વિભાગે પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને 25-26 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બે દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં વરસાદની વધારે શક્યતાઓ નથી પરંતુ 26 તારીખથી હળવો વરસાદ થઈ શકે છે, કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પણ થઈ શકે છે. એક સિસ્ટમ પ્રબળ બની રહી છે જેના કારણે રાજ્યમાં 25-26 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિસ્ટમ અંગે વાત કરતા હવામાન વિભાગના ડિરેક્ટરને કહ્યું છે કે, ચોમાસું જે સ્થિતિમાં હતું તે જ સ્થિતિમાં છે, અરબી સમુદ્રની બ્રાન્ચ છે તેનો વધુ વિકાસ થયો નથી, જોકે, એક સિસ્ટમના કારણે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ તરફ દેશના હવામાનની વાત કરીએ તો, દિલ્હી-એનસીઆરમાં આજે વરસાદ પડવાની શક્યતા છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 23 જૂને દિલ્હીમાં સામાન્ય વાદળો છવાયેલા રહેશે અને હળવો વરસાદ થશે. દિલ્હીમાં આજે અધિકતમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. 22 જૂને દિલ્હીમાં અધિકતમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્યથી 1 ડિગ્રી ઓછું રહ્યું. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2.4 મીમી વરસાદ નોંધાયો હતો. આઈએમડીના જણાવ્યા અનુસાર, ચોમાસુ હવે તેલંગણાના અમુક ભાગ, આંધ્ર પ્રદેશનો મોટો ભાગ, ઓડિશાના અમુક ભાગ, ગંગીય પશ્ચિમ બંગાળના અમુક ભાગ સાથે ઝારખંડ અને બિહારમાં આગળ વધી ગયું છે.
IMDના જણાવ્યા પ્રમાણે, આગામી 2-3 દિવસ દરમ્યાન દક્ષિણ ભારતનો અમુક ભાગ, ઓડિશાનો બાકીનો ભાગ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના અમુક ભાગમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આઈએમડીએ આજે ઓડિશામાં અલગ અલગ જગ્યા પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કોંકણ-ગોવા, તટીય કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ અને યનમ અને તેલંગાણામાં અલગ અલગ જગ્યા પર વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીએ ભારે પવન અને વરસાદને લઈને પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને સિક્કિમમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર, 23 જૂને વિદર્ભ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કેરલ અને માહે, તમિલનાડૂ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ જગ્યા પર ભારે પવન અને વીજળી સાથે વરસાદ થવાની આશા છે. આઈએમડીએ આજે પશ્ચિમ મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અરબ સાગર અને મન્નારની ખાડીમાં 45-55 કિમી પ્રતિ કલાકની સ્પિડથી 65 કિમી પ્રતિ કલાકની સ્પિડથી હવા ચાલવાની સંભાવના વ્યક્ત કરી છે. કેરલ-કર્ણાટક-ગોવા-કોંકણ અને આંધ્ર પ્રદેશના તટ, લક્ષદ્વિપ વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ અને આજૂબાજૂના દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં તોફાનની ગતિ 45-55 કિમી પ્રતિ કલાકથી લઈને 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. માછીમારોને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવે છે.
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, TV News, News, Gujarati News Channel - gujju news channel - rain forecast