
Gujarat Jobs: રાજ્યની સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ પર શાળા સહાયકોની ભરતી થશે, આટલો મળશે પગાર....
Recruitment of Contract School Assistants: ગુજરાત સરકાર હવે સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ સ્કૂલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 11 મહિનાના કરાર પર શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે.
Recruitment of Contract School Assistants: ગુજરાત સરકાર હવે સરકારી શાળાઓમાં કોન્ટ્રાક્ટ સ્કૂલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 11 મહિનાના કરાર પર શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે. સરકાર શાળા સહાયકને માસિક 21 હજાર રૂપિયા પગાર આપશે. આ ઉપરાંત શાળા સહાયક માટે, સ્નાતકની સાથે-સાથે B.Ed ની શૈક્ષણિક લાયકાત પણ જરૂરી છે.
સરકારી શાળાઓમાં ભરતી કરાયેલા શાળા સહાયકોના કાર્ય પ્રદર્શનની સમીક્ષા આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરવામાં આવશે. રાજ્યમાં ફક્ત સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકોની ફાળવણી કરવામાં આવશે.
શાળા સહાયકની જગ્યા માટે ગ્રેજ્યુએશનની સાથે બી.એડ. ની શૈક્ષણિક લાયકાત જરૂરી છે. આ સાથે એજન્સી દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારની વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ભરતી થનારા શાળા સહાયકોને 21,000 રૂપિયા પગાર આપવામાં આવશે.
શાળા સહાયકોની ભરતી 11 મહિનાના કરાર પર કરવામાં આવશે અને કરાર પૂર્ણ થયા પછી તેમને છૂટા કરવામાં આવશે. વધુમાં શાળા સહાયકોએ કાર્યકારી દિવસો દરમિયાન તેમજ શાળા સમય પછી વહીવટી કાર્ય, શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે આચાર્ય અથવા મુખ્ય કાર્યાલયમાં રિપોર્ટ કરવો જરૂરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , School Assistent in Gujarat Goverment primary School Vaccancy - Recruitment of Contract School Assistants