
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે. અરબી સમુદ્રમાં સક્રિય થનાર એન્ટી સાયક્લોન વાદળ વાયુંના કારણે દૂર થતાં હળવા છાંટા પડી શકે છે.
Ambalal Patel, Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય ઊંચુ જતાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આમ ધીમા પગલે શિયાળાની વિદાય થવા સાથે ઉનાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતીકાલથી તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં હવામાનમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, એક મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષોપ આવી રહ્યો છે, જેના કારણે આગામી 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોન સક્રિય થઈ શકે છે, જે દરિયામાંથી જેમ-જેમ દૂર જશે, તેમ-તેમ રાજ્યમાં પુન: વાદળ વાયુની શક્યતા રહેશે.
અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરનો ભેજ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં જશે. જેના પરિણામે ગુજરાતમાં કચ્છ, રાજકોટ, જામનગર, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં વાદળો ઘેરાઈ શકે છે. આ વાદળ વાયુના કારણે એન્ટી સાયક્લોન દૂર થતાં ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા છાંટા પડી શકે છે.
આ દરમિયાન પવનનું જોર રહેવાથી માર્ચના બીજા સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે. જેના કારણે ગુજરાતના ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસર ઉભા કૃષિ પાક પર જોવા મળશે. જેના પરિણાણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ગુજરાત હવામાન કમોસમી વરસાદની આગાહી : Gujarat Weather Rain updates, summer forecast