
RTE મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે, જાણો કોણ અરજી કરી શકે? અને ક્યા ડોક્યુમેન્ટની જરૂરી પડે?
Gujarat RTE Admission 2025: RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે.
Gujarat RTE Admission 2025: RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી પહેલી જૂન 2025ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ચાલો જાણીએ કે તેના માટે કોણ અરજી કરી શકે છે અને ફૉર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટની (Documents required for application of RTE Gujarat) જરૂર હોય છે.
RTE એક્ટ-2009 અન્વયે શૈક્ષણિક વર્ષ : 2025-26 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-1 માં પ્રવેશની જાહેરાત. શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ.
આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા, કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવી છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે.
• આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
• રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ /પાસપોર્ટ/ વીજળી બિલ/ પાણી બિલ/ ચૂંટણી કાર્ડ/ રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
• જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર-ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).
• પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
• પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.
• ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટકરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
• ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો.
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - રાઈટ ટુ એજ્યુકેશન 2025 - Gujarat RTE Admission 2025: RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26