• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • IKHEDUT PORTAL 2024: ખેડૂતોએ સબસીડી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

IKHEDUT PORTAL 2024: ખેડૂતોએ સબસીડી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

04:27 PM June 21, 2023 admin Share on WhatsApp



ખેડૂતોને આર્થીક રીતે ટેકો આપવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકારે ખેડૂત પોર્ટલ નામનું ક્રાંતિકારી વેબ પોર્ટલ શરૂ કર્યું છે. IKHEDUT PORTAL 2024નો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખાસ રચાયેલી વિવિધ સરકારી યોજાનોઓVR વ્યાપક માહિતી પ્રદાન કરવાનો છે. આ પોર્ટલ ખેતીના ક્ષેત્રની વિશાળ શ્રેણીને આવરી લે છે. જેમાં ખેતી, જળ સંરક્ષણ, બાગાયત, મત્સ્યોઉદ્યોગ સહિતના ક્ષેત્રનો સમાવેશ થાય છે. ખેડૂતોને વિવિધ પાક ઉછેરવા માટેના ટ્રેક્ટર, પંપસેટ જેવી સાધન સામગ્રી ખરીદવા માટે IKHEDUT PORTAL 2023-24 પર ઓનલાઇન અરજીઓ કરવાની હોય છે.

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ તમામ ખેડૂત યોજનાઓના Online Form એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂતો ભરી શકે, તે હેતુથી આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ઈ ખેડૂત પોર્ટલથી ખેડૂતો યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે.

►આ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની યોજનાઓ મૂકવામાં આવે છે. વિભાગોની યાદી નીચે મુજબ છે.

ક્રમ

વિભાગનું નામ

1

ખેતીવાડીની યોજનાઓ

2

પશુપાલનની યોજનાઓ

3

બાગાયતી યોજનાઓ

4

મત્સ્ય પાલનની યોજનાઓ    

5

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ.

6

આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ 2022-23    

7

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ      

8

સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ 2023-24   

9

ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી

10

ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

Ikhedut portal online apply - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2023 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2023 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2023 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- 

► ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. આઈ ખેડૂત પોર્ટલ પરની યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

1.ખેડૂતની જમીનની નકલ 7-12

2.એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ

3.એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર

4.રેશનકાર્ડની નકલ (Ration Card)

5.ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ

6.વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

7.જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો

8.ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

9.જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

10.મોબાઈલ નંબર

11.બેંક ખાતાની પાસબુક

12.ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

►આઈ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. આ અરજી ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. પરંતુ આ આર્ટિકલની મદદથી હવે, લાભાર્થી ઘરે બેઠા જાતે પણ ઓનલાઈન અરજી કરી શકશો. જેની તમામ માહિતી નીચે મુજબ આપેલી છે.

 • સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે.

 • જેમાં લાભાર્થીઓએ “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.

 • Google માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.

 • રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.

 • જેમાં વિવિધ યોજના બતાવશે. જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.

 • ધારો કે, “બાગાયતી વિભાગ” ની ઓનલાઈન અરજી કરવાની હોય તો, તેના પર ક્લિક કરો.

 • “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની અલદ-અલગ બાગાયતી યોજના બતાવશે.

 • જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલ “અરજી કરો” તેના પર ક્લિક કરો.

 • તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.

 • ફરીથી તમને પૂછવામાં આવશે કે, “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?”

 • જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ “હા” અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” પસંદ કરવાનું રહેશે.  

 • હવે ખેડૂત લાભાર્થીઓએ “નવી અરજી ફોર્મ” ખૂલશે, જેમાં તમારે નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.

 • સૌપ્રથમ તમારે “નવી અરજી કરવા ક્લિક કરો.” તેના પર ક્લિક કરવાનું રહેશે.

 • ઓનલાઈન ફોર્મ ખૂલશે જેમાં અરજદારની વિગતો, રેશનકાર્ડની વિગતો તથા બેંક વિગતો વગેરે ભરવાનું રહેશે.

 • તમામ માહિતી ભર્યા બાદ “કેપ્ચા કોડ” નાખવાનો રહેશે.

 • તમામ માહિતી ભરીને, ફરીથી વિગતો ચેક કરવાની રહેશે અને ત્યારબાદ “”અરજી સેવ કરો” તેના પર ક્લિક કરો.

 • છેલ્લે, તમારે એક અરજી નંબર આવશે, જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Ikhedut portal online apply - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2023 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2023 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2023 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- 

►અરજી અપડેટ કરવા માટે

 • અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, કોઈ સુધારા કે વધારો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

 • લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ, એક અરજી નંબર આવશે.

 • જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો આ Menu નો ઉપયોગ કરી શકે છે.

►અરજી કન્‍ફર્મ કરવા માટે

 • અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, જયાં સુધી અરજી કન્‍ફર્મ ન કરે ત્યાં સુધી માન્ય ગણાતી નથી. જેથી લાભાર્થીઓ તમામ વિગતો ભર્યા બાદ, સાચી વિગતો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

 • લાભાર્થીઓ દ્વારા “અરજી કન્‍ફર્મ કરવા ક્લિક કરો. તેના પર ક્લિક કરવાનું રહેશે.

 • જેમાં અરજી ક્રમાંક, જમીનનો ખાતા નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી કન્‍ફર્મ કરી શકે છે.

 • અરજદારોઓએ એ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે, એકવાર અરજી કન્‍ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં. જેની નોંધ લેવાની રહેશે.

►અરજી પ્રિન્ટ કરવા

 • ઓનલાઈન અરજી કર્યા પછી, તે અરજીને કન્‍ફર્મ કરવાની હોય છે. ત્યારબાદ પ્રિંટ કાઢવા માટે આ મેનુનો ઉપયોગ કરી શકે છે.

 • અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી પ્રિન્‍ટ મેળવી શકે છે.

 • પ્રિન્‍ટ કાઢ્યા બાદ એક બાબત ધ્યાનમાં લેવી કે, તેના પર સંબંધિત અધિકારી કે કર્મચારીના સહી/સિક્કા કરવાના રહેશે.

►સહી કરેલી અરજીની નકલ અપલોડ કરવા માટે

જે તે યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ, તેમાં સક્ષમ કે સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે. લાભાર્થીઓ દ્વારા આ સહી અને સિક્કા કરેલી અરજી અપલોડ કરવાની હોય છે. જે નીચે મુજબ છે.

 • લાભાર્થીઓ પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે આ મેનુ ખોલી શકે છે.

 • ત્યારબાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્‍ટ અપલોડ કરી શકે છે.

►ન્યુ ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા માટે

ખેડૂત યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ, સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે. અરજી તથા અન્ય ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના હોય છે. જે નીચે મુજબ છે.

 • લાભાર્થીઓ પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે આ મેનુ ખોલી શકે છે.

 • ત્યારબાદ માંગ્યા મુજબના તમામ અન્ય ડોક્યુમેન્‍ટ અપલોડ કરી શકે છે.

►ઓનલાઈન અરજી બાદ અરજદારોએ શું કાર્યવાહી હાથ ધરવાની રહેશે?

 • લાભાર્થી દ્વારા યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ ikhedut portal Print લેવાની રહેશે.

 • લાભાર્થી દ્વારા મેળવેલ પ્રિન્‍ટ પર સહી/સિક્કા કરવાની રહેશે.

 • અરજીમાં જે પ્રમાણેના ડોક્યુમેન્‍ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં જમા કરાવી રહેશે.

 • લાભાર્થી દ્વારા ઓનલાઈન એપ્લિકેશનની ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ યોજનાના લક્ષ્યાંકની મર્યાદા રહીને પૂર્વ મંજુરી આપવામાં આવશે.

 • યોજના માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. જ્યાંથી નિયત સમયમાં યોજનાનો લાભ મેળવવાનો રહેશે.

►ઓનલાઇન અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું?

આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ખેડૂતો દ્વારા Online Application કર્યા બાદ અરજીનું સ્ટેટસ જાતે જોઈ શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

 • સૌથી પહેલા ઈ- ખેડૂત પોર્ટલ પર જાઓ.

 • Home Page પર “અરજીનું સ્ટેટ્સ તપાસવા / રી પ્રિન્ટ કરવા માટે” નામના મેનુ પર ક્લિક કરી.

 • હવે તેમાં તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટ્સ જોવા માંગો છો? તે પસંદ કરો.

 • છેલ્લે, તમને અરજીનું સ્ટેટસ જોવા મળશે.

►IKHEDUT સબસીડી યોજના પ્રોસેસ

IKHEDUT માટેની વિવિધ સબસીડી યોજનાઓ માટે સૌ પ્રથમ ઓનલાઇન અરજી કરી જરૂરી ડોકયુમેન્ટ સાથે લાગૂ પડતી કચેરીમા જમા કરાવવાની હોય છે. ત્યારબાદ કમ્પ્યુટરાઇઝડ ડ્રો દ્વારા લાભાર્થી ની પસંદગી કરવામા આવે છે. ત્યારબાદ તમારે જે તે વસ્તુની ખરીદી કરવાની હોય છે. ત્યારબાદ સબસીડીની બેંકખાતા મા ચુકવણી કરવામા આવે છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2023 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- Kishan Parivahan Yojana Apply Online - પીએમ કિસાન યોજના 2023 - આઈ ખેડૂત પશુપાલન યોજના - પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ - ikhedut portal 7/12 -  ikhedut portal 2023 yojana list - ikhedut portal status - આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 - આઈ ખેડૂત પોર્ટલ યોજના - ખેડૂત યોજના 2024 - ખેડૂત સહાય યોજના 6000 - ખેડૂત યોજના- 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

એલોન મસ્કનો નવો ધડાકો : X પ્લેટફોર્મ પર 'XChat' લોન્ચ : WhatsApp ને ટક્કર આપવા સંપૂર્ણ તૈયાર!

  • 02-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુન 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-06-2025
    • Gujju News Channel
  • IPL 2025 : PBKS કે RCB કોણ જીતશે IPL 2025ની ટ્રોફી?, જાણો શું કહે છે રેકોર્ડ....
    • 02-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-06-2025
    • Gujju News Channel
  • ક્રિકેટર રિંકુ સિંહ સાંસદ પ્રિયા સરોજના લગ્નની તારીખ નક્કી: 8 જૂને સગાઈ, ​​​​​​રિંગ સેરેમની લખનઉની હોટલમાં થશે
    • 01-06-2025
    • Gujju News Channel
  • Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાના શિરે 'મિસ વર્લ્ડ 2025'નો તાજ, ભારતનું સ્વપ્ન તૂટ્યું...
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુન 2025 : તુલા રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો રવિવાર કેવો રહેશે?
    • 31-05-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 મે 2025 : વૃષભ રાશિના જાતકોને આર્થિક રીતે થોડી મુશ્કેલીઓ આવશે, તમારો શનિવાર કેવો રહેશે?
    • 30-05-2025
    • Gujju News Channel
  • Covid Alert: શું બૂસ્ટર ડોઝ લેવાથી નવા વેરિઅન્ટની અસર ઓછી થશે? ડૉક્ટરે આપ્યો આ જવાબ
    • 30-05-2025
    • Gujju News Channel
  • 9 વર્ષ પછી IPL ફાઈનલમાં પહોંચી RCB:ક્વોલિફાયર-1માં પંજાબને 8 વિકેટથી હરાવ્યું, સુયશ-હેઝલવુડે 3-3 વિકેટ લીધી; સોલ્ટની ફિફ્ટી
    • 29-05-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us