
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ભરતી, અહીં વાંચો ભરતીને લગતી તમામ માહિતી
AMC Recruitment 2025 : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, પ્રસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
Ahmedabad Municiple Corporation Recruitment 2025 - અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર માટે એન.પી.એમ (નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી)ની 59 ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, પ્રસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ નીચેની માહિતી વાંચવી...
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
પોસ્ટ | એન.પી.એમ (નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી) |
જગ્યા | 59 |
વિભાગ | અર્બન હેલ્થ સેન્ટર |
નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
વય મર્યાદા | મહત્તમ 40 વર્ષ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21-2-2025 |
ક્યાં અરજી કરવી | નીચે આપેલા સરનામા પર |
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગમાં 24 કલાક અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર માટે 11 માસનાં કરાર આધારિત એન.પી.એમ (નર્સ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી)ની 59 ખાલી જગ્યાઓ ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 13-2-2025થી 21-2-2025 વચ્ચે ચાલું રહેશે.
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી નર્સ પ્રેક્ટીશનર ઇન મીડવાઇફરીનો બેઝિક ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ. સરકાર માન્ય સંસ્થામાંથી કમ્પ્યુટરનો બેઝિક સીસીસી કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ 30,000 રૂપિયા ફીક્સ પગાર અને રાજ્ય સરકારના નીતિ નિયમોનુસાર ડીલીવરી માટેનું ઈન્સેન્ટીવ મળવાપાત્ર રહેશે.
• પસંદ થયેલા ઉમેદવારોએ નિમણૂંક અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરાર કરવાનો રહેશે.
• પસંદી પામેલ ઉમેદવારે રોટેશન ડ્યુટીમાં ફરજ બજાવવાની રહેશે તેમજ સક્ષમ સત્તા અધિકારી દ્વારા નિર્ધારિત કરેલ શિફ્ટના સમયે અને સ્થળે કામગીરી કરવાની રહેશે.
• ઉમેદવારે લાયકાતનાં અને અનુભવનાં પ્રમાણપત્રની ચકાસણી કરાવવા સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
• વધુ શરતો જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ ahmedabadcity.gov.in વેબસાઈટમાં Recruitmentની લીંક પરથી એપ્લીકેશન ફોર્મ જરૂરી લાયકાત વિગતો તથા અન્ય વિગતો ડાઉનલોડ કરવાની રહેશે. સદર એપ્લીકેશન ફોર્મમાં માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેની વિગત સ્વઅક્ષરે ભરી જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકર સાથે 13-2-2025થી 21-2-2025 સુધી સાંજના 6 વાગ્યા સુધીમાં નીચે આપેલા સરનામે રૂબરૂં અથવા રજિસ્ટર એ.ડી.થી મોકલવાની રહેશે. જો અરજી નિયત કરેલ તારીખ પછી આવશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જુના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ.
ઓફિશિયલ નોટિફિકેશન | Notification |
એપ્લિકેશન ફોર્મ લિંક | Apply |
Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ahmedabad Municiple Corporation Recruitment 2025 - અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : સરકારી નોકરી ભરતી : Goverment Job In Gujarat