
ગુજરાત પોલીસમાં ૧૪ હજારથી વધુ જગ્યાઓ પર થશે ભરતી, રાજ્ય સરકારે સોંગદનામુ કરી હાઈકોર્ટમાં આપી માહિતી
ગુજરાત પોલીસમાં ટૂંક સમયમાં ૧૪ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેરાત, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને ભરતી પ્રક્રિયાની માહિતી આપી, પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે.
Gujarat Police recruitment 2024: ગુજરાતમાં પોલીસ વિભાગમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી ૨૫,૬૬૦ જગ્યાઓ ભરવા માટે બે તબક્કામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બીજા તબક્કાની ભરતી (Gujarat Police recruitment) જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે, જેમાં ૧૪,૨૮૩ જગ્યાઓ ભરવામાં આવશે.
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ (Gujarat Police recruitment 2025) અને ભરતી પ્રક્રિયાને લઈને હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે આ માહિતી આપી છે. સરકાર દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું છે કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી કુલ ૨૫,૬૬૦ જગ્યાઓમાંથી પ્રથમ તબક્કામાં ૧૧ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે. પ્રથમ તબક્કામાં ફિઝિકલ પરીક્ષા હાલમાં પ્રગતિમાં છે અને જુલાઈ મહિના સુધીમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા બાદ પૂર્ણ કરવામાં આવશે.
સૌથી મહત્વની વાત એ છે કે, બીજા તબક્કાની ભરતી જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે. આ બીજા તબક્કામાં બાકી રહેલી ૧૪,૨૮૩ જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્ય સરકારે હાઈકોર્ટને ખાતરી આપી છે કે બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત પોલીસ દળને વધુ મજબૂતી મળશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ થશે. પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. ભરતી પ્રક્રિયાની વધુ માહિતી માટે રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ અને જાહેરાતો પર નજર રાખવા સલાહ આપવામાં આવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Police recruitment 2025 : પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓમાં ભરતી 2025