
જાણો તલાટી અને જુનિયર કલાર્કમાં કેટલું રહ્યું કટઓફ? અહીંથી ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જુઓ…
રાજ્યમાં પ્રથમવાર બે સરકારી (Goverment) સ્પર્ધાત્મક (Competative) પરિક્ષા(exam)નું એકસાથે પરિણામ આવ્યું છે. 9 એપ્રિલે યોજાયેલી જુનિયર ક્લાર્ક (Junior Clerk) અને 7 મેના રોજ યોજાયેલી તલાટી મંત્ર (Talati Cum Mantri)ની પરીક્ષા (Exam)નું પરિણામ (Result) જાહેર થયું છે. આ સાથે જ બે મહિનાથી પરિણામની રાહ જોતા પરીક્ષાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો છે. ત્યારે અહીં અમે જણાવીશું કે તલાટી અને જુનિયર ક્લાર્કમાં કેટલા માર્કસ પર કટઓફ (Cutoff Marks) અટક્યું છે.?
►ક્યાંથી જોવા મળશે રિઝલ્ટ (Result) ?
નિચે આપેલી લિંક દ્વારા તમે તમારું જુનિયર ક્લાર્કનું અને તલાટીની પરીક્ષાનું પરિણામ જોઈ શકશો. જે માટે તમારે તમારો કન્ફર્મેશન નંબર, બેઠક નંબર અને જન્મ તારીખ દાખલ કરવાના રહેશે.
►જુનિયર ક્લાર્કની પરીક્ષાની માર્કશીટ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
લિંક 1 – https://formonline.co.in/HSAKBRMPGVZHYQ/SearchPage.aspx
લિંક 2 – https://formonline.co.in/HSAKBRMPGVZHYQ/SearchPage.aspx
►તલાટીની પરીક્ષાની માર્કશીટ નીચેની લીંક પરથી જોઈ શકાશે.
લિંક 1 – https://formonline.co.in/THPSPBAMKDRWOXI/SearchPage.aspx
લિંક 2- https://resultview.co.in/THPSPBAMKDRWOXI/searchpage.aspx
►ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી પણ જાહેર !
ઉપરની લિંક પરથી ઉમેદવાર પોતાના માર્કસ જોઇ શકશે અને પ્રિન્ટ કરી શકશે સાથો જ પ્રમાણપત્ર ચકાસણી હેતુ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા સૂચના/જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. સંભવિતપણે 20 જૂનથી ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, પરંતુ આ માટેની ચોક્કસ તારીખ-સમયગાળો અને તે માટેની વિસ્તૃત સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
►જુનિયર કલાર્કમાં કેટલાએ કટઓફ અટક્યું ?
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જનરલ (General) કેટેગરી (Male)માં 54.062 અને (Female)માં 47.152 માર્કસે કટઓફ રહ્યું છે. EWS કેટેગરી (Male)માં 51.956 અને (Female)માં 44.794 માર્કસે કટઓફ રહ્યું હતું. એજ રીતે SEBC કેટેગરી માટે (Male)માં 50.936 અને (Female)માં 43.752 માર્કસે કટઓફ અટક્યું હતું. તો SC કેટેગરી (Male)માં 51.616 અને (Female)માં 43.463 માર્કસે કટઓફ રહ્યું હતું. અને ST કેટેગરી (Male)માં 39.288 અને (Female)માં 36.206 માર્કસે કટઓફ રહ્યું હતું.
►તલાટીમાં કેટલા માર્કસે કટઓફ અટક્યું ?
તલાટીની પરીક્ષામાં જનરલ કેટેગરી (Male)માં 43.176 અને (Female)માં 36.236 માર્કસે કટઓફ રહ્યું છે. EWS કેટેગરી (Male)માં 39.018 અને (Female)માં 32.048 માર્કસે કટઓફ રહ્યું હતું. એજ રીતે SEBC કેટેગરી માટે (Male)માં 38.988 અને (Female)માં 32.088 માર્કસે કટઓફ અટક્યું હતું. તો SC કેટેગરી (Male)માં 38.684 અને (Female)માં 32.756 માર્કસે કટઓફ રહ્યું હતું. અને ST કેટેગરી (Male)માં 29.316 અને (Female)માં 26.170 માર્કસે કટઓફ રહ્યું હતું.
►કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ?
9 એપ્રિલ, 2023ના રોજ 7.28 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો 3400થી વધુ તલાટીઓની જગ્યાઓ માટે 7 મે 2023ના રોજ પરીક્ષા યોજાઈ હતી. જેમાં અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
gujju news channel, ગુજરાતી સમાચાર, Gujarati News, તાજા સમાચાર, આજના સમાચાર