
Tips For White Teeth : પીળા દાંતને સફેદ દુધ જેવા ચમકાવવા બનાવવા આ ટીપ્સને કરો ફોલો,
તમને પણ પીળા દાંત નથી ગમતા તો તમારી સમસ્યાઓનો ઉકેલ અમે લાવ્યા છીએ. અહીં કેટલીક ટીપ્સ છે. જેનાથી તમે કુદરતી રીતે તમારા દાંતને સફેદ કરી શકો છો.
Tips For White Teeth : સફેદ અને ચમકદાર દાંત માત્ર તમારૂ સ્મિત જ નહીં પરંતુ તમારો ચહેરો પણ સુંદર બનાવે છે. અને સાથે જ તમારી પર્સનાલિટી અને આત્મવિશ્વાસ પણ વધારે છે. દાંતોની સફાઈ ન માત્ર હેલ્થ પરંતુ આખા શરીરની હેલ્થ માટે જરૂરી છે. આજકાલ લોકો મસાલેદાર વધારે ખાય છે. જેથી દાંત પીળા થઈ જાય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો અમે તમારા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ જેનાથી તમે કુદરતી રીતે તમારા દાંતને સફેદ કરી શકો છો.
હેલ્થલાઈનની એક રિપોર્ટ અનુસાર બેકિંગ સોડા અને હાઈડ્રોજન પેરોક્સાઈડની પેસ્ટ દાંતો પર જમા પ્લાક અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. આ પેસ્ટને તૈયાર કરવા માટે 1 ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી હાઈડ્રોજન પેરોસક્સાઈડ મેળવો. આ પેસ્ટને દાંતો પર લગાવો, અને સાફ પાણીથી ધોઈ લો. આ તમારા દાંતમાંથી પીળાપણું દૂર કરે છે.
એપલ સાઈડર વિનેગાર દાંતોના દાગ હટાવવામાં એક પ્રભાવી ઉપાય છે. બે ચમચી વિનેગારને એક કપ પાણીમાં નાખીને કોગળા કરો. ત્યારબાદ બ્રશ કરો. આનો ઉપયોગ લાંબો સમય ન કરવો જોઈએ. નહિ તો તે દાંતના ઈનેમલના પડને નબળા પાડી શકે છે.
લીંબુ, સંતરા અને કેળાના છાલમાં હાજર ડી લિમોનેન અને સિટ્રિક એસિડ દાંતોને સફેદ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. દાંતો પર આ ફળોની છાલને બે મિનિટ ઘસો. આ નુસખો તમારા દાતની કુદરતી ચમક પાછી લાવી શકે છે.
દરરોજ બ્રશિંગ દાંતોની સફાઈ સૌથી પ્રભાવી છે. 2018 ના એક અભ્યાસ અનુસાર દાંતોને સફેદ કરવા માટેની ટુથપેસ્ટથી બ્રશ કરવાથી દાંત સાફ અને ચમકદાર બને છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Tips For White Teeth - Home made Remedies For White Teeth - સફેદ દાંત કરવાના ઘરેલુ ઉપાયો