
VMC Recruitment : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, વડોદરામાં સૈનિકની નોકરી મેળવવા શું જોઈશે લાયકાત ? જાણો અહીં તમામ માહિતી...
VMC Recruitment 2025 : વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઈન્ટરવ્યૂની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણો.
વડોદરા મહાનગરપાલિકા ભરતી : VMC Recruitment 2025 - વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. વડાદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં સૈનિક (ફાયરમેન)ની સીધી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. અંદાજીત 204 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 27 જાન્યુઆરી 2025થી શરુ થઈ ગઈ છે.
સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
વિભાગ | ફાયર વિભાગ |
પોસ્ટ | સૈનિક (ફાયરમેન) |
જગ્યા | 204 અંદાજીત |
વયમર્યાદા | 20થી 30 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14-2-2025 |
ક્યાં અરજી કરવી | www.vmc.gov.in |
વડોદરા મહાનગરપાલિકાએ ફાયર વિભાગમાં સૈનિક (ફાયરમેન)ની અંદાજીત કુલ 204 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરી છે.
કેટેગરી | જગ્યા |
---|---|
UR | 78 |
EWS | 20 |
SEBC | 64 |
ST | 29 |
SC | 13 |
નોંધ – કુલ જગ્યાઓ પૈકી 17 જગ્યા દિવ્યાંગ(PH) માટે રહેશે
• ધોરણ 10 પાસ
• સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ
• બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડવું જોઈએ
• ગુજરાતી લખતાં, વાંચતા, બોલતાં આવડવું જોઈએ
• ઉંચાઈ – 165 સે.મી
• વજન- 50 કિલોગ્રામ
• છાતી – સામાન્ય – 81 સે.મી., ફૂલાવેલી – 86 સે.મી.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ
• પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 26,000 માસિક ફિક્સ વેતન
• ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ 2 (પે મેટ્રીક્સ ₹ 19,900-₹63,200)થી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
• વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની www.vmc.gov.in વેબસાઈટ ઉપર જવું
• અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
• અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
• અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
ઓફિશિયલ નોટિફિકેશન PDF | Download |
ઓફિશિયલ એપ્લાય વેબસાઈટ | Apply Here |
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજથી ગણવામાં આવશે. અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , વડોદરા મહાનગરપાલિકા ભરતી : VMC Recruitment 2025 - Gujarat Latest Bharati 2025 - ગુજરાત સરકાર ભરતી 2025