Coldplay Ahmedabad Concert : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એટલે કે 25 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવા જઇ રહ્યો છે. કોલ્ડપ્લે કોન્સર્ટનું ગ્રુપ ગઇકાલે અમદાવાદ આવી પહોંચ્યું હતું નોંધનિય છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને અમદાવાદમાં સુરક્ષા સજ્જ છે. આ સાથે કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે. જોકે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટમાં જતા પહેલા અહીં તમામ માહિતી મેળવી લેજો.
કોલ્ડપ્લે કોન્સર્ટ સાંજે 5:10 કલાકે શરૂ થશે અને રાત્રે 10 કલાકે પૂરો થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી એન્ટ્રી શરૂ થશે. પાંચ વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. દર 7 મિનિટના અંતરલામાં સ્ટેડિયમ પહોંચવા મેટ્રો ટ્રેન મળશે. સ્ટેડિયમ આસપાસ 13 સ્થળો પર પેઈડ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્લેસ્ટોર કે એપસ્ટોર પર જઈને showmyparking એપ ડાઉનલોડ કરો. મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગઈન કરો. કોલ્ડપ્લે પાર્કિંગ પર ક્લિક કરો. બુક પર ક્લિક કરો. તારીખ પસંદ કરો અને ઓકે કરો. વાહનન નંબર, વાહન ટાઈપ અને પાર્કિંગ માટેનું લોકેશન પસંદ કરો. આપનું ઇમેઇલ એડ્રેસ નાખી ઓકે કરો. કન્ફર્મ ટિકિટ પર ક્લિક કરો. કોઈપણ ઓનલાઈન માધ્યમ દ્વારા પેમેન્ટ કરો.
કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનાર લોકો માટે જો આપણે અમદાવાદમાં ડિનર માટેના બેસ્ટ સ્પોટની વાત કરીએ તો PATANG-REVOLVING, TINELLO-HYATT, MRS. MAGE-HYATT, PESHAWRI-ITC, NEEM COUNTY, @MANGO, CHILI'S AMERICAN GRILL, FOO, THE FOUNTAIN, TIM TIM, PEPITO, PEP HOUSE છે. આ સાથે જો આપણે CAFESની વાત કરીએ તો CACAOTE, MILL & CO., SIP OF HOPE, KAFFA COFFEE, ROASTERY CULTURE, AME CAFE, SURKHI, COFFEE BY DI BELLA, THE MESSY DOOR, Z27 COFFEE BAR, MOCHA અને K'S CHARCOAL છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એટલે કે 25 જાન્યુઆરી અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવા જઇ રહ્યો છે. જો જો તમને કોલ્ડપ્લેની ટિકિટ નથી મળી તો ? જો તમને કોલ્ડપ્લેની ટિકિટ ન મળે તો તમે Disney+Hotstar પર કોન્સર્ટ લાઈવ જોઈ શકશો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Coldplay Ahmedabad Concert All Information in Gujarati , Coldplay ahmedabad photos videos , કોલ્ડપ્લે અમદાવાદ ફોટો