
Dollar vs Rupee Fall Impact On India Economy : ડોલર સામે રૂપિયો ઘટી ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. રૂપિયામાં ઘટાડાની સામાન્ય વ્યક્તિના ખિસ્સા થી લઇ શેરબજાર અને અર્થતંત્ર પર ઉડી અસર થાય છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતીય રૂપિયાની કિંમત અમેરિકી ડોલર સામે સતત ઘટી રહી છે. સોમવારે, 13 જાન્યુઆરી, 2025ના રોજ ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે 58 પૈસા ઘટીને 86.62ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જે બે વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. આ ઘટાડા પાછળના મુખ્ય કારણોમાં મજબૂત યુએસ ડોલર અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની ગતિ ધીમી કરવાના સંકેત આપ્યા બાદ ડોલર મજબૂત થયો છે. Dollar vs Rupee Fall Impact On India Economy - આ સાથે વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી નાણાં પાછા ખેંચવાના કારણે રૂપિયા પર વધારાનું દબાણ જોવા મળ્યું છે. ત્યારે રૂપિયાની કિંમત ઘટતા ભારતીય સામાન્ય વ્યક્તિના ખીંચાને કેટલી અસર થશે તે જાણીએ...
ડોલર સામે રૂપિયો નબળો પડવાની સીધી અસર દરેક વ્યક્તિના ખિસ્સા પર પડે છે. આયાતી માલના ભાવ વધે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ડોલર મોંઘો થવાને કારણે આયાત કરવાનો ખર્ચ વધે છે. ઉદાહરણ તરીકે, જો ગત વર્ષે 100 ડોલરના કિંમતની વસ્તુ આયાત કરવા માટે રૂ. 8300નો ખર્ચ થયો હતો, તે હવે વધીને 8600 રૂપિયા થયો છે. દેશમાં ક્રૂડ ઓઈલ, ડ્રગ ફોર્મ્યુલેશન સહિત ઘણી વસ્તુઓ છે, જે મોટા પાયે આયાત કરવામાં આવે છે, તેથી તેની કિંમત વધી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થાય છે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે. આ રીતે રૂપિયાના ઘટાડાને કારણે તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાનો એટલે કે મોંઘવારી વધવાનો ખતરો હોય છે.
રૂપિયાની નબળાઈની અસર વિદેશ અભ્યાસ અને વિદેશ પ્રવાસ કરનારાઓ પર પણ પડે છે. ડોલર મોંઘો થવાને કારણે ટ્યુશન ફી અને વિદેશી સંસ્થાઓમાં ભણવાનો ખર્ચ સહિતના તમામ ખર્ચ વધી જાય છે. વિદેશ પ્રવાસે જતા લોકોને પણ વધુ ખર્ચ કરવો પડી શકે છે.
જે વ્યવસાયો તેમના વ્યવસાય માટે આયાત પર વધુ નિર્ભર છે, રૂપિયામાં ઘટાડો એટલે ઇનપુટ ખર્ચમાં વધારો. એક તરફ, આનાથી નફાના માર્જિન પર દબાણ વધે છે અને બીજી તરફ, પેદાશોની કિંમત વધે તો સ્પર્ધામાં પાછળ રહી જવાનો ભય રહે છે. આયાત ખર્ચમાં વધઘટ બિઝનેસ માટે ખર્ચ, કિંમત અને નફાનું લાંબા ગાળાનું આયોજન કરવું મુશ્કેલ બનાવે છે.
આઈટી, ફાર્મા અને જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ સંબંધિત ઉદ્યોગોને રૂપિયાની નબળાઈથી અમુક અંશે ફાયદો થઈ શકે છે, કારણ કે તેમને જે ચૂકવણી મળે છે તે ડોલરમાં છે. પરંતુ આ સંભવિત લાભ તેમના ઉત્પાદનનો કાચો માલ ક્યાંથી આવે છે અને જો તેની આયાત કરવી હોય તો તેના પર નિર્ભર કરે છે કે આયાતની વધેલી કિંમતની નિકાસ કરવામાં આવતી ફિનિશ્ડ પ્રોડક્ટ પર કેટલી અસર પડે છે.
રૂપિયાના ઘટાડાને કારણે સ્થાનિક શેરબજાર પર નકારાત્મક અસર જોવા મળી શકે છે. જો ભારતીય ચલણમાં સતત ઘટાડો થવાની સંભાવના હોય, તો વિદેશી રોકાણકારો રૂપિયા આધારિત અસ્કયામતોમાંથી તેમની મૂડી પાછી ખેંચી શકે છે અને ડોલર આધારિત રોકાણ તરફ વળે છે. તેનાથી બજારમાં અસ્થિરતા વધી શકે છે. જ્યારે અમેરિકન શેરોમાં રોકાણ કરનારાઓને ડૉલરની મજબૂતાઈથી ફાયદો થઈ શકે છે.
રૂપિયો ઘટી રહ્યો છે ત્યારે રોકાણકારોએ તેમની રોકાણ વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો જોઈએ. આવા સમયમાં આઈટી અને ફાર્મા જેવા નિકાસલક્ષી ક્ષેત્રોમાં રોકાણ વધારવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉપરાંત, મજબૂત કંપનીઓમાં રોકાણ કરવું વધુ સારું છે જે વિદેશી હૂંડિયામણની વધઘટનો વધુ સારી રીતે સામનો કરી શકે છે. લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બદલાતા સંજોગો અનુસાર નાણાકીય આયોજનને સમાયોજિત કરવું પણ મહત્વપૂર્ણ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Dollar vs Rupee Fall Impact On India Economy ,