
Flower Show Ahmedabad 2025: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ - 2025 નો શુભારંભ થઈ ચૂક્યો છે. ફ્લાવર શૉ માં 10 લાખથી વધુ ફૂલો અને 30થી વધુ સ્કલ્પચર્સ મુકાયા છે.
Ahmedabad Flower Show 2025 : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર શુક્રવારથી ફ્લાવર શો (Ahmedabad International Flower Show 2025)નો પ્રારંભ થયો છે. ત્યારે આ શોના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને આ અદ્ભૂત ફ્લાવર શોની મજા માણી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો લોકો માટે ખુલ્લો રહેશે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આ ફ્લાવર શોની પ્રશંસા કરી છે. પોતાની પોસ્ટમાં વડાપ્રધાને આ ફ્લાવર શોની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા X પર અમદાવાદ ફ્લાવર શોની તસવીરો પોસ્ટ કરીને લખ્યું, મને આ શો સાથે ગાઢ લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેની સતત પ્રગતિ જોઈ છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને જાગૃતિની પ્રેરણા આપે છે. PM મોદીએ વધુમાં લખ્યું કે, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કેટલીક ઝલક અહીં છે. આવા શો સ્થાનિક ખેડૂતો, માળીઓ અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે.
અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025 આ વખત 6 ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ, 50થી વધુ પ્રજાતી તેમજ 30થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. ઝોન-1 દેશની વૃદ્ધિ અને વિકાસ પર છે. આ ઝોનમાં ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળા ભવિષ્યને વિભિન્ન પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક રીતે દર્શાવવામાં આવ્યું છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચીસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુ-શાસનના 23 વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે. ઝોન-2 સર્વ સમાવેશીપણું અને સસ્ટેનીબીલિટી પર છે. જેમાં ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથે સસ્ટેનિબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનોની સુંદર રજૂઆત કરવામાં આવી છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, ઍશિયાટિક સિંહ અને કેન્યોન વોલ આ ઝોનના આકર્ષણનું કેન્દ્ર છે.
ઝોન 3 સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ પર છે. ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે ત્યારે તેનું પ્રદર્શન આ ઝોનમાં કરવામાં આવ્યું છે. બટરફ્લાય, સીગલ (Seagull), મરમેઇડ ( Mermaid ) અને ફ્લાવર ફોલ વોલ્સ આ ઝોનને વિશિષ્ટ બનાવે છે.ઝોન 4માં સંસ્કૃતિ અને વારસો જોવા મળશે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનુ સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ જોવા મળશે. બૃહદીશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ અને ગરબા આપણાં સ્વર્ણિમ ઈતિહાસ અને સંસ્કૃતિની પ્રતિકૃતિ કરાવે છે.
ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરતા આ ઝોનમાં હોર્નબિલ અને ફ્લાવર વેલી આના વિશેષ આકર્ષણ છે.ઝોન 6માં ભારતના ભવિષ્યનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભારત આજે વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે, ત્યારે જન જનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમજ વિશ્વનુ નેતૃત્વ કરવા માટે ભારત તૈયાર છે. એવી આશાઓ જગવતું પ્રદર્શન આ ઝોનમાં જોવા મળશે. ઓલિમ્પિક 2036ની યજમાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ - ધ યુનિટી બ્લોસમ, મિશન થ્રી મિલિયન ટ્રીઝ - એક પેડ મા કે નામ, ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની ભ્રાંતિ કરાવે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Ahmedabad Flower Show 2025 photos : Ahmedabad International Flower Show 2025 - Ahmedabad International Flower Show 2025 Time , Ticket price , last date photos - અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025 ફોટોઝ , સમય , ટિકિટ પ્રાઈઝ
Some more glimpses from the Ahmedabad International Flower Show... pic.twitter.com/yzwhb7L907
— Narendra Modi (@narendramodi) January 4, 2025