
રાજ્યની નવી 9 મનપામાં અસ્તિત્વમાં આવતા જ મ્યુનિસિપલ કમિશ્નર પણ નિમવામાં આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કુલ કેટલી મનપા અસ્તિત્વમાં છે તે જાણો...
New Municipal Corporation And New District in Gujarat: 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે 1 નવા જિલ્લા વાવ-થરાદ અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. રાજ્યની નવી 9 મનપાને આજથી દરરજ્જો આપીને અસ્તિત્વમાં લાવવામાં આવી છે. આ સિવાય રાજ્ય સરકારે 1 નવા જિલ્લા તરીકે વાવ-થરાદની ઘોષણા કરી છે. જેથી હવે ગુજરાતમાં કુલ 34 જિલ્લા અને 17 મનપા અસ્તિત્વમાં છે.
રાજ્યની નવી 9 મનપામાં મ્યુ. કમિશ્નરની નિમણૂંક કરવામાં આવી છે. નવી મનપા આજથી જ અસ્તિત્વમાં આવશે. નડીયાદ મ્યુ. કમિશ્નર તરીકે મિરાંત પરીખ, પોરબંદર મ્યુ. કમિશ્નર તરીકે એચ. જે. પ્રજાપતિ, મહેસાણા મ્યુ. કમિશ્નર તરીકે રવિન્દ્ર ખટાલે , વાપી મ્યુ. કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી ,સુરેન્દ્રનગર મ્યુ. કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી ,આણંદ મ્યુ. કમિશ્નર તરીકે મિલિન્દ બાપના , નવસારી મ્યુ. કમિશ્નર તરીકે દેવ ચૌધરી , ગાંધીધામ મ્યુ. કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા મોરબી મ્યુ. કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણુંક કરાઇ છે.
મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરોના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.
રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. અગાઉ 1.ગાંધીનગર 2. અમદાવાદ 3.સુરત 4.વડોદરા 5.રાજકોટ 6.જુનાગઢ 7.ભાવનગર 8.જામનગર આ 8 મનપા અસ્તિત્વમાં હતી. અને હવે 9.મહેસાણા, 10.ગાંધીધામ, 11.વાપી, 12.નવસારી, 13.આણંદ, 14.સુરેન્દ્રનગર, 15.નડિયાદ, 16.મોરબી અને 17.પોરબંદર કુલ 17 મ્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. જો કે, હાલ નવા જિલ્લામાં ચૂંટણી નહીં યોજાય. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, 'હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.'
જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં 33 નહીં કુલ 34 જિલ્લા છે.
ક્રમ | જિલ્લો | મુખ્ય શહેરર |
---|---|---|
1 | અમદાવાદ | અમદાવાદ |
2 | અમરેલી | અમરેલી |
3 | આણંદ | આણંદ |
4 | અરવલ્લી | મોડાસા |
5 | બનાસકાંઠા | પાલનપુર |
6 | ભરૂચ | ભરૂચ |
7 | ભાવનગર | ભાવનગર |
8 | બોટાદ | બોટાદ |
9 | છોટા ઉદેપુર | છોટા ઉદેપુર |
10 | દાહોદ | દાહોદ |
11 | ડાંગ | આહવા |
12 | દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા |
13 | ગાંધીનગર | ગાંધીનગર |
14 | ગીર સોમનાથ | વેરાવળ |
15 | જામનગર | જામનગર |
16 | જૂનાગઢ | જૂનાગઢ |
17 | ખેડા | નડિયાદ |
18 | કચ્છ | ભુજ |
19 | મહીસાગર | લુણાવાડા |
20 | મહેસાણા | મહેસાણા |
21 | મોરબી | મોરબી |
22 | નર્મદા | રાજપીપળા |
23 | નવસારી | નવસારી |
24 | પંચમહાલ | ગોધરા |
25 | પાટણ | પાટણ |
26 | પોરબંદર | પોરબંદર |
27 | રાજકોટ | રાજકોટ |
28 | સાબરકાંઠા | હિંમતનગર |
29 | સુરત | સુરત |
30 | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર |
31 | તાપી | વ્યારા |
32 | વડોદરા | વડોદરા |
33 | વલસાડ | વલસાડ |
34 | વાવ-થરાદ | થરાદ |
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને 'ક' તથા 'ડ' વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. 1000.86 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat's New Municipal Corporation - Gujarat New Manpa Office - Gujarat's New District - Vav-Tharad Become 34th District Of Gujarat - Now 17 Municipal Corporation In Gujarat - ગુજરાતની કુલ મહાનગરપાલિકા 2025 - ગુજરાતના કુલ જિલ્લા 2025 - ગુજરાતમાં કુલ 34 જિલ્લા થયા