
વર્ષ 2024માં મળેલી મજબૂતી બાદ બજારના નિષ્ણાતોને આશા છે કે આ ઝડપ આગામી વર્ષમાં વધુ ઝડપી રહેશે. તે રોકાણકારોને વિવિધ સેક્ટરમાં રોકાણ માટે અનેક તકો પૂરી પાડશે.
વર્ષ 2025 ભારતીય પ્રારંભિક જાહેર ભરણા (ઈનિશ્યલ પબ્લિક ઓફર) (IPO) બજાર માટે એક શાનદાર વર્ષ સાબિત થઈ શકે છે. વર્ષ 2024માં મળેલી મજબૂતી બાદ બજારના નિષ્ણાતોને આશા છે કે આ ઝડપ આગામી વર્ષમાં વધુ ઝડપી રહેશે. તે રોકાણકારોને વિવિધ સેક્ટરમાં રોકાણ માટે અનેક તકો પૂરી પાડશે. વર્ષ 2024માં કૂલ 96 મેઈન બોર્ડ IPO અને 241 SMEએ કૂલ રૂપિયા 1.71 લાખ કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું. પ્રાઈમ ડેટાબેઝની માહિતી પ્રમાણે આ વર્ષ પ્રાઈમરી માર્કેટ ઈન્વેસ્ટર્સ માટે ખૂબ જ સારું રહ્યું છે.
વર્ષ 2024માં જ્યાં FPIએ સેકન્ડરી માર્કેટમાંથી પૈસા પાછા ખેંચ્યા છે ત્યારે તેમણે IPO બજારમાં રૂપિયા 1.03 લાખ કરોડનું રોકાણ કર્યું છે. વર્ષ 2025માં IPO બજારમાં નવી ટેકનોલોજીવાળા સેક્ટર, જેવા કે કોમર્સ, ઈલેક્ટ્રોનિક વ્હિકલ્સ (EV) અને ઓટો-ટેક સેક્ટરમાં સૌથી વધારે IPO આવશે.
• અત્યાર સુધીમાં 24 કંપનીને SEBI પાસેથી IPO માટે મંજૂરી મળી ચુકી છે. જ્યારે 62 કંપનીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટર (DRHP) દાખલ કરેલ છે અને મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
• આ કંપનીઓ કૂલ રૂપિયા 1.54 લાખ કરોડનું ભંડોળ એકત્રિત કરવાની આશા રાખે છે.
• સેબી પાસેથી મંજૂરી મેળવનાર અગ્રણી કંપનીઓમાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી (NSDL), ઈકોમ એક્સપ્રેસ, SK ફાયનાન્સ, અવાસ ફાયનાન્સિયલ સર્વિસિસ તથા મંજૂ શ્રી ટેકનોપાર્કનો સમાવેશ થાય છે.
• જ્યારે LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા, શિવાલિક એન્જીનિયરિંગ ઈન્ડસ્ટ્રીઝ, ડો.અગ્રવાલ હેલ્થ કેર, હેક્સાવેર ટેકનોલોજી, કન્ટીન્યુઅમ ગ્રીન એનર્જી, એથર એનર્જી, JSW સિમેન્ટ, તથા HDB ફાયનાન્શિયલ સર્વિસિસે ડ્રાફ્ટ પેપર્સ દાખલ કર્યાં છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , 2025ના આઈપીઓ - 2025 IPO Company Name - Upcoming IPO In 2025 List