તમે પણ તમારા પ્રિય પાત્ર સાથેની અંગત પળોના વીડિયો મોબાઈલમાં બનાવીને રાખતા હોય તો ચેતી જજો.. અમદાવાદ શહેરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ પત્નીએ પોતાનાં અંગત પળોનાં વિડીયો બનાવ્યા હતો. અને ગત ઉત્તરાયણની ખરીદી સમયે ભીડમાં તે ફોન ખોવાઈ ગયો પરંતુ પોલીસ ફરિયાદ કરી ન હતી અને તે જ ફોનનો દૂરઉપયોગ કરીને ફોનમાં રહેલા અંગત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ બાબતે હવે છેક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર કેસની વાત કરીએ તો અમદાવાદનાં શાહપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય દિવ્યા (નામ બદલેલ છે) આ મામલે ફરિયાદ નોંધાવી છે. મહિલા તેનાં પતિ કરણ(નામ બદલલે છે) અને 14 માસનાં દિકરા સાથે રહે છે, દિવ્યાનો પતિ કરણ ખાનગી નોકરી કરે છે. દિવ્યાનાં લગ્ન વર્ષ 2012માં થયા હતા, જોકે તેને સંતાન ન થતા અને પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા 2017માં છુટાછેડા લીધા હતા. ત્યારબાદ વર્ષ 2020માં મહિલાને ફરીથી પોતાનાં પૂર્વ પતિ કરણ સાથે સંપર્ક થયો હતો. અને બન્ને ફરીથી પતિ પત્ની તરીકે રહેવાની વાત કરતા હતા. જે દરમિયાન વર્ષ 2022માં કરણે દિવ્યાને શાહપુરમાં રહેતા દિવ્યાનાં મોટાભાઈનાં ઘરે મળવા બોલાવી હતી. જ્યાં ઘરમાં દિવ્યાએ કરણ સાથે સહમતીથી સંબંધ બાંધ્યો હતો. જે અંગત પળોનો વિડીયો કરણે પોતાનાં ફોનમાં ઉતાર્યો હતો. જે બાદ 18 ઓગસ્ટ 2022નાં રોજ દિવ્યાએ ફરીથી પૂર્વ પતિ કરણ સાથે લગ્ન કર્યા હતા.
13 જાન્યુઆરી 2023નાં રોજ દિવ્યા કરણ સાથે પતંગ ખરીદી કરવા માટે દિલ્લી દરવાજા ગઈ હતી, જ્યાં પતિનો ફોન દિવ્યા પાસે હતો અને ભીડમાં ક્યાંક પડી ગયો હતો. જોકે મોબાઈલ ગુમ થવા બાબતે દિવ્યાએ પોલીસ ફરિયાદ કરી ન હતી. જે તેમની મોટી ભૂલ હતી. દિવ્યાને લગ્ન જીવનમાં દિકરાનો જન્મ થયો હતો જે 14 મહિનાનો છે.
10 દિવસ પહેલા દિવ્યાને માસીની દિકરી અને તેનાં પતિએ જાણ કરી હતી કે દિવ્યાનો તેનાં પતિ કરણ સાથેનો અંગત પળોનો વિડીયો કોઈએ વ્હોટ્સએપમાં વાયરલ કર્યો છે. જે અંગે તેણે પતિને જાણ કરી હતી અને તપાસ કરતા વિડીયો વાયરલ કરનારની શોધ કરતા તે મળી આવ્યો ન હતો અને અંતે આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે શાહપુર પોલીસે આઈટીની કલમો હેઠળ ગુનો નોંધી મહિલાનો અંગત પળોનો વિડીયો વાયરલ કરનારની શોધખોળ હાથ ધરી છે.
અંગત પળોના વીડિયો બનાવીને બાદમાં જોવાની આજકાલ ફેશન થઈ ચૂકી છે. પરંતુ તે કેટલું ગંભીર છે. જે આ કિસ્સા પરથી જોઈ શકાય છે. અંગળપળોના વીડિયો કે ફોટોઝ બંને ત્યાં સુધી લેવા જોઈએ નહીં. કારણ કે ઈન્ટરનેટની દુનિયામાં તમારા ફુટપ્રિન્ટ એવી રીતે ફેલાઈ જાય છે કે તેને દુર કરવા સરળ નથી. આ અગાઉ પણ કેટલાય લોકોના અંગત વીડિયો વાયરલ થતા તેઓએ સુસાઈડ સુધીના પગલા પણ લીધેલા છે. અને માનસિક રીતે ભાંગી પણ જાય છે. ત્યારે આવા વીડિયો જો તમારૂ પાર્ટનર બનાવવા માટે કહે તો તેને ના કહેતા ખચકાશો નહીં. નહીં તો તેનું પરિણામ ખુબ જ ગંભીર આવી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Couple lost their mobile phone And after one month Couples's private moment video went viral - ફોનમાં અંગત પળોના વીડિયો બનાવતા હોય તો ચેતજો! ફોન ખોવાતા મહિનાઓ બાદ પતિ-પત્નીનો અંગત પળોનો વીડિયો થયો વાયરલ