Cold Weather News: રાજ્યમાં ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે. શિયાળા ઋતુમાં આ મહિનામાં ભારે પવન સાથે માવઠાની સંભવના છે, હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસો એટલે કે 26 થી 28 સુધી ગુજરાત કેટલાક જિલ્લાઓમાં માવઠું થશે. જો માવઠું થાય છે તો ગુજરાતના ખેડૂતો અને ખેતીને મોટુ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
રાજ્યમાં અત્યારે ડિસેમ્બરની ઠંડીથી લોકો ઠૂંઠવાયા છે, ત્યારે વધુ એક આફત આવશે. હવામાન આગાહીકારોના મતે, આગામી 26 થી 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, 26 ડિસેમ્બરે રાજ્યમાં કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે, આ ઉપરાંત 26 ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ ખાબકી શકે છે. આગામી 27 ડિસેમ્બરે પણ કચ્છ, બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠુ થશે. 28 ડિસેમ્બરે ફરી એકવાર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદી માહોલ રહેશે. જો ગુજરાતમાં અચાનક આ માવઠુ થશે તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે. ઉભો પાકને મોટુ નુકસાન પહોંચી શકે છે.
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડીથી સમગ્ર ગુજરત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો છે, આ સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. આ શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે, અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા અનુભવાયો ઠંડીનો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, હજુ પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઇપણ ફેરફાર નહીં થાય.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી, અને ઠંડી વધી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો હજુપણ નીચે જઇ શકે છે. હાલના દિવસોમાં નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કૉલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કૉલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News | | Ambalal Patel Agahi | Gujarat Weather | અંબાલાલ પટેલની આગાહી