
રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ 40 પૈસા સુધી ઘટાડ્યા છે. જેથી હવે લાઈટ બિલ ઓછું આવશે.
રાજ્ય સરકારે લોકોને સારા સમાચાર આપ્યા છે. સરકારે Price Of 1 Unit of Electricity વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ 40 પૈસા સુધી ઘટાડ્યા છે. આ ડિસેમ્બર સુધી 2.85 રૂપિયા ટેરિફ લાગુ હતું. ત્યારે જાન્યુઆરી મહિનાથી 2.45 રૂપિયા ટેરિફ થશે. ત્યારે આ નિર્ણયના કારણે ગ્રાહકોને 1 હજાર 120 કરોડ રૂપિયાનો ફાયદો થશે.
ગાંધીનગરથી ઉર્જા મંત્રી કનુ દેસાઈનુ નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો થશે. ફ્યુઅલ ચાર્જીસના ભાવ નક્કી થતા હોય છે ત્યારે યુક્રેન રશિયા યુદ્ધ વખતે કોલસો મોંઘો હતો. ત્યારે આ મોંઘા કોલસાના કારણે તકલીફ પડી હતી. ડિસેમ્બર સુધી 2.85 રૂપિયા ટેરિફ હતી. હવે 2.45 રૂપિયા ટેરિફ થતા ઘટાડાનો નિર્ણય કર્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. 1/10/2024 થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.
આ નિર્ણયના કારણે રાજ્યના ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે. અને નવો દર જાન્યુઆરીથી અમલી થનાર છે. જોકે દરમાં સુધારો ન થાય ત્યાં સુધી ઘટાડો લાગું રહેશે. ઉર્જા મંત્રીના જણાવ્યા મુજબ MSME ઉદ્યોગો માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. ત્યારે 100 કેવીથી 150 કેવી કરવામાં આવ્યો છે જેનો ફાયદો ઉદ્યોગોને થશે. ત્યારે 1 કરોડ ઘરો પર સોલાર નાંખવામાં ગુજરાત દેશમાં પ્રથમ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે દેશભરમાં કુલ સોલાર રૂફટોપ માત્ર ગુજરાતમાં 82 ટકા છે.
ઉર્જામંત્રીના જણાવ્યા મુજબ ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે. આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ. 1120 કરોડનો લાભ થશે. જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ. 50થી 60ની માસિક બચત થશે. જેના કારણે રાજ્યની જનતાને આર્થિક રીતે ફાયદો થશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - government reduced fuel charges per unit of electricity In Gujarat