One Nation One Election Bill: સંસદના શિયાળુ સત્રના આજે 17માં દિવસે સરકારે લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલ રજૂ કર્યું હતું. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગત 12 ડિસેમ્બરના રોજ બિલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વન નેશન વન ઈલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ માટે મતદાન થયું હતું, જેમાં બિલની તરફેણમાં ૨૬૯ અને ૧૯૮ સાંસદોએ બિલનો વિરોધ કર્યો હતો. મતદાન બાદ સંસદની કાર્યવાહી ૩ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બિલ જેપીસીને મોકલવામાં આવ્યું છે. આમ એક દેશ એક ચૂંટણી બિલ લોકસભામાં સ્વીકારવામાં આવ્યું છે. આ બિલને એનડીએના સહયોગી દળોનું સમર્થન મળ્યું છે. સાથી પક્ષો સરકાર અને બિલની સાથે ઉભેલા જોવા મળે છે. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શન બિલનો વિરોધ કરી રહ્યો છે. વિપક્ષ તેને બિનજરૂરી અને વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવનારું બિલ ગણાવી રહ્યું છે.
વન નેશન વન ઈલેક્શનની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો કરવામાં આવી રહી છે. સમર્થકો એવી દલીલ કરી રહ્યા છે કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, જ્યારે વિરોધીઓ કહી રહ્યા છે કે તે બંધારણની વિરુદ્ધ છે. સમર્થકો કહી રહ્યા છે કે મતદાન વધશે, જ્યારે વિપક્ષો કહી રહ્યા છે કે જવાબદારી ઓછી થશે. સમર્થકોની દલીલ છે કે આચારસંહિતા એકવાર લાગુ થશે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે 5 વર્ષમાં એક વખત ચૂંટણી બાદ સરકાર નિરંકુશ બની જશે. જ્યારે સમર્થક પક્ષો કહે છે કે આનાથી વિકાસ કાર્ય પર કોઈ અસર નહીં થાય, જ્યારે વિરોધીઓ માને છે કે આ ‘એક દેશ, એક ચૂંટણી’ પ્રાદેશિક મુદ્દાઓને અવગણશે.
જાણો શું છે આ બિલ પર રામનાથ કોવિંદ કમિટીની ભલામણ. તમામ એસેમ્બલીનો કાર્યકાળ 2029 સુધી લંબાવવો જોઈએ. ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં ફરીથી ચૂંટણી થવી જોઈએ. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજો. બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 100 દિવસમાં થવી જોઈએ. ચૂંટણી પંચે ચૂંટણી માટે એક જ મતદાર યાદી તૈયાર કરવી જોઈએ.
‘એક દેશ, એક ચૂંટણી’ એટલે આખા દેશમાં એકસાથે એક જ દિવસે (અથવા ટૂંકી અવધિમાં) તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કૉર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - One Nation One Election Bill introduced in Lok Sabha government ready to send it to JPC | One Nation One Election Bill