
રાજ્યનાં મોટા ભાગનાં શહેરમાં 10 થી 14 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. ત્યારે આગામી સમયમાં હવામાન કેવું રહેશે એ અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી છે.
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત છે. અને મોટાભાગના શહેરોમાં તાપમાન 10થી 14 ડિગ્રીની આજુબાજુ પહોંચી ગયું છે. ત્યારે અંબાલાલ પટેલ એ ચોકવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહીને અનુસરીએ તો તમારે સ્વેટરની સાથે રેઈનકોટ પણ કાઢવો પડશે.! lતો ચાલો જોઈએ અંબાલાલ પટેલની આગાહી...
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા આગામી તા. 16 થી 22 ડિસેમ્બર દરમ્યાન રાજ્યના (Gujarat Weather) કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરતા જણાવ્યું કે 72 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચકાશે. 16 થી 22 ડિસેમ્બર દરમ્યાન દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજથી રાજ્યમાં વરસાદી છાંટાની સંભાવના છે.
વધુમાં તેમણે જણાવ્યું કે 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં (Gujarat Weather) ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાત-પંચમહાલના ભાગોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે. રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં પલટો આવશે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા વાતાવરણ પલટાશે. રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે, સાથે જ કમોસમી વરસાદ અને કરા પડવાની સંભવના પણ વ્યક્ત કરી છે.
ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે રાજ્ય (Gujarat Weather) માં હજી આકરી ઠંડી પડવાની શક્યતા છે. જેમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેકોર્ડતોડ ઠંડી પડશે. આ ઉપરાંત તેઓના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં આગામી સમયમાં વધારો થશે.
જણાવી દઈએ કે રાજ્યમાં 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ રહ્યું. અમદાવાદનું 12.5 ડિગ્રી તાપમાન, વડોદરાનું 10 ડિગ્રી તાપમાન, ભુજનું 11.2 ડિગ્રી તાપમાન, દાહોદનું 7.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીને લઈ રાહતની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે આગામી સાત દિવસ રાજ્ય (Gujarat Weather) માં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાની સંભાવના છે, જેને લઈને ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Ambalal Patel Agahi | Gujarat Weather | અંબાલાલ પટેલની આગાહી