
મધ્યપૂર્વમાં ચાલી રહેલી ભૂ-રાજકીય તણાવની સ્થિતિ અને ચીનના બજારોમાં સસ્તા મૂલ્યાંકન વચ્ચે ઓક્ટોબરમાં FPI આઉટફ્લો 10 મહિનાના ઉંચા સ્તરે પહોંચી ગઈ હતી.
Foreign Investors: Stock Marketમાં છેલ્લા બે મહિનાની વ્યાપક વેચવાલી બાદ વિદેશી રોકાણકાર ભારતીય શેરબજારમાં પરત ફર્યા છે. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારે રૂ.24,454 કરોડનું રોકાણ કર્યું છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલી ભૂ-રાજકીય તણાવની સ્થિતિ અને ચીનના બજારોમાં સસ્તા મૂલ્યાંકન વચ્ચે ઓક્ટોબરમાં FPI આઉટફ્લો 10 મહિનાના ઉંચા સ્તરે પહોંચી ગઈ હતી.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના ડેટા પ્રમાણે FPIsએ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટીમાં રૂપિયા 24,454 કરોડનું રોકાણ કર્યું છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે વર્તમાન ટ્રેન્ડમાં ફેરફાર એ ભારતની FII વ્યૂહરચનામાં સ્પષ્ટ ફેરફાર છે.
એવી દલીલ કરી શકાય છે કે FIIના સતત વેચાણનો યુગ પૂરો થઈ ગયો છે. ડિસેમ્બરની શરૂઆતમાં FII ખરીદદારોમાં ફેરવાઈ જતાં છેલ્લા બે મહિના દરમિયાન તેમની સાતત્યપૂર્ણ વેચાણ વ્યૂહરચના સંપૂર્ણપણે પલટાઈ ગઈ છે અને બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું છે. બજાર નિષ્ણાતનું કહેવું છે કે શેરબજારમાં મોટા ઘટાડા બાદ વ્યાપક રિકવરી આવી છે. આ અવધિમાં રોકાણકારો માટે પોતાની રણનીતિ અંગે પુનઃવિચારણા કરવા માટે એક ઉપયુક્ત તક પ્રદાન કરે છે.
નોંધ- અહીં આપેલી માહીતી માત્ર સમાચાર આધારિત છે. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની મદદ લો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Foreign Institute Investors Investment In Indian Stock Market