
FII Holdings changed over 1% in these stocks: કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સાથે શેરહોલ્ડિંગ પેટર્ન જાહેર કરી રહી છે, જેમાં 1 ટકા કરતા વધુ હિસ્સો ધરાવતા શેરધારકોનો નામ જાહેર કરવું ફરજિયાત છે. તેથી જાણવા મળ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, FII એ બે નિફ્ટી 500 કંપનીઓમાં પોતાનો હિસ્સો 1 ટકાથી વધુ વધાર્યો છે અને અન્ય ત્રણ કંપનીઓમાં હિસ્સો 1 ટકાથી વધુ ઘટાડ્યો છે.
FII Holdings changed over 1% in these stocks : વિદેશી સંસ્થાકીય રોકાણકારો Foreign Institute Investment (FIIs) એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેટલીક કંપનીઓમાં ઝડપથી તેમનો હિસ્સો વધાર્યો અને કેટલીક કંપનીઓમાં પોતાનું હોલ્ડિંગ્સ ઘટાડી દીધું છે. નિફ્ટી 500માં સમાવિષ્ટ કંપનીઓમાં તેમનું હોલ્ડિંગ કેટલું વધ્યું અને કેટલું ઘટ્યું તેના ટ્રેન્ડલાઈન ડેટા પરથી જાણવા મળ્યું કે FII એ બે કંપનીઓમાં તેમનો હિસ્સો 1 ટકા કરતા પણ વધુ વધાર્યો છે અને ત્રણ કંપનીઓમાં તેમનો હિસ્સો 1 ટકાથી વધુ ઘટાડ્યો છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ પણ કેટલાક શેરોમાં તેમનું હોલ્ડિંગ વધાર્યું છે. ચાલો જાણીએ તે કંપનીઓ કંઈ છે?
જુલાઈ-સપ્ટેમ્બર 2024માં ત્રિમાસિક ધોરણે PVR આઈનોક્સમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ 2.6% વધીને 20.7% થયું અને અશોક લેલેન્ડમાં 24.4% થયું. ડીઆઈઆઈ વિશે વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન પીવીઆર આઈનોક્સમાં તેમનો હિસ્સો 38.8% થી વધીને 39.9% થયો હતો પરંતુ અશોક લેલેન્ડમાં તે 14.2% થી ઘટીને 12.4% થયો હતો.
હવે જો આપણે એવા શેરો વિશે વાત કરીએ કે જેમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ 1 ટકાથી વધુ ઘટી ગયું છે, તો કલ્યાણ જ્વેલર્સ ટોચ પર છે. કલ્યાણ જ્વેલર્સમાં તેમનો હિસ્સો જુલાઈ-સપ્ટેમ્બર 2024માં ત્રિમાસિક ધોરણે 5.5% ઘટાડીને 62.9% સુધી રહ્યો હતો. અદાણી પાવરમાં તેમનું હોલ્ડિંગ 2.1% ઘટાડીને 12.7% સુધી અને ઈન્ડિયા સિમેન્ટ્સમાં 1.5% ઘટાડીને 16.2% થયું હતું. હવે DII વિશે વાત કરીએ તો, કલ્યાણ જ્વેલર્સમાં પણ તેમનું હોલ્ડિંગ 11.8% થી વધારીને 13.7% સુધી, અદાણી પાવરમાં 1.4% થી 1.5% અને ઈન્ડિયા સિમેન્ટ્સમાં 5.8% થી વધારીને 6.1% થયું છે.
સ્ટોક | ત્રિમાસિક ધોરણે હોલ્ડિંગમાં ફેરફાર | Q2 હોલ્ડિંગ | સ્ટોકના ભાવ |
---|---|---|---|
PVR INOX | 2.6% | 20.7% | રૂ.1554.65 |
Ashok Laylend | 2.4% | 24.4% | રૂ.232.24 |
Kalyan Jwellers | (-)5.5% | 62.9% | રૂ.732.60 |
Adani Power | (-)2.1% | 12.7% | રૂ.535.00 |
India Cements | (-)1.5% | 16.2% | રૂ.360.00 |
(શેરનો ભાવ NSE પર 6 ડિસેમ્બરે બંધ ભાવ છે.)
નોંધ- અહીં આપેલી માહીતી માત્ર સમાચાર આધારિત છે. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની મદદ લો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | FII Holdings changed over 1% in these stocks : Q2 માં આ કંપનીઓમાં FIIનો હિસ્સો 1% કરતા વધારે થયો